નવી દિલ્હી,
તા. 19 : પ્લેઓફ
રેસની બહાર થઇ ચૂકેલ બે ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આઇપીએલની મંગળવારે
રમાનાર મેચમાં આમને-સામને હશે ત્યારે બંને ટીમની નજર પ્રોત્સાહક જીત પર હશે. બંને ટીમ
પાસે માત્ર 3-3 જીતથી 6-6 અંક છે. કપ્તાન એમ. એસ. ધોની આ વખતે સીએસકેનું ભાગ્ય
પલટી શકયો નથી. હવે તે લગભગ દિલ્હીમાં છેલ્લીવાર મેદાનમાં ઉતરશે. આથી ફિરોઝશા કોટલા
સ્ટેડિયમ પર ધોનીના ચાહકો ઉમટી પડશે તેવી સંભાવના છે. રાજસ્થાનની આ છેલ્લી લીગ મેચ
છે. તે પોતાની આઇપીએલ-202પની
સફર જીત સાથે સમાપ્ત કરવા ભરચક પ્રયાસ કરશે. પાછલી મેચમાં રાજસ્થાનનો 10 રને પરાજય થયો હતો. આમ છતાં તેના બેટધરોએ સારો દેખાવ
કર્યો હતો. ખાસ કરીને યશસ્વી જયસ્વલા, વન્ડરબોડ વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ
જુરેલ શાનદાર ફોર્મમાં છે. કપ્તાન સંજૂ સેમસન અને ઉપકપ્તાન રિયાન પરાગ એક-બે ઇનિંગ
છોડી સારો દેખાવ કરી શકયા નથી. આથી આરઆર ટીમ વારંવાર જીતની બાજી હારમાં ગુમાવતી રહી
છે. નિયમિત કપ્તાન ઋતુરાજ ગાયકવાડની ઇજા પછીથી સીએસકેની બેટિંગ લાઇનઅપ સંતુલન જાળવી
શકી નથી. યુવા આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રાવિસ વચ્ચે વચ્ચે ચમકારા કરી રહ્યા છે.
રવીન્દ્ર જાડેજા અને કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ટીમની કરોડરજ્જુ છે. જો કે, આ બે ખેલાડી હવે મેચ વિનિંગ પરર્ફોમન્સ કરી રહ્યા નથી. રાજસ્થાન સામે સીએસકેની
બોલિંગ ખલિલ અહમદ અને અંશુલ કમ્બોજ પર વધુ નિર્ભર રહેશે.