• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

બોર્ડ પરીક્ષાનું પરિણામ માસાંતે

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને એક મહત્ત્વના અહેવાલ આવ્યા છે. જે મુજબ ધો. 10-12નું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે પરિણામ વખતે વહેલા જાહેર કરવામાં આવશે.પરિણામ જાહેર થયા બાદ શિક્ષકો ચૂંટણીનાં કામે લાગશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા તા. 11 માર્ચથી સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ હતી. જે પરીક્ષા માર્ચનાં અંત સુધી ચાલી હતી. પરીક્ષા પૂર્ણ થતા તરત બોર્ડ દ્વારા શિક્ષકોનાં મધ્યસ્થ મૂલ્યાંકન માટેનાં આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ શિક્ષકો દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે સમગ્ર રાજ્યમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થતા હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયારી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એપ્રિલ મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. વર્ષે લોકસભા ચૂંટણીને કારણે બોર્ડ દ્વારા એક મહિનાં જેટલું વહેલું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. જેથી શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત કરી ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે. બોર્ડના અધિકારીનાં જણાવ્યા અનુસાર, વર્ષે ચૂંટણીના કારણે પરિણામ એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલ અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.પરિણામ જાહેર થતાં 15 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે. નોંધનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા મે મહીનાનાં અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં બોર્ડનું પરિણામ અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે. વર્ષે લોકસભાની ચૂંટણીનાં કારણે બોર્ડ દ્વારા પરિણામ એક મહિનો વહેલું જાહેર કરવામાં આવશે. ધો. 10 અને 12 નું પરિણામ વહેલું જાહેર થતા વિદ્યાર્થીઓનાં આગળ કઈ ફેકલ્ટીમાં પ્રવેશ લેવો તે માટેની પ્રક્રિયા પણ ઝડપી બનશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang