• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ભુજ રેલવે મથકમાં હત્યાના આરોપીએ પાલારા જેલમાં કેદીને પથ્થર માર્યા

ભુજ, તા. 4 : ગુરુવારે સાંજે ભુજના રેલવે મથકે `કયાં જવું છે' પુછવા જેવી સામાન્ય બાબતે બિહારના યુવાન મુકેશ સહની તે લોખંડનો પાઈપ ફટકારી હત્યા નીપજાવનાર આરોપી દિપાંશું ચેતન વિશ્વકર્મા (રહે. ગાંધીધામ, મૂળ ઉત્તરપ્રદેશ)ને પોલીસે ઝડપી પાલારા જેલ ખાતે રવાના કર્યો હતો. આ આરોપીએ ગઈકાલે જેલમાં પાકા કામના કેદીને પથ્થર મારી ઈજા પહોંચાડયાનો બનાવ સામે આદર્યો છે. ગઈકાલે રાતે પાલારા ખાસ જેલના હવાલદાર શત્રુઘ્નસિંહ એન. ડાભી જેલમાના પાકા કામના કેદી અબ્બાસ ઈસ્માઈલ સમાને માથામાં લોહી નીકળતી હાલતમાં સારવાર અર્થે લાવી દાખલ કર્યા હતા. ઈજા પામનાર અબ્બાસે હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરેલી વિગતો મુજબ તા. 3/10ના રાત્રે પાલારા જેલની સર્કલ-1ની બેરેક નં. 11માં તે સુતો હતો ત્યારે કાચા કામનો કેદી દીપાંશું ચેતન વિશ્વકર્માએ બાથરૂમમાં જઈ પથ્થર કીને તેને માથામાં મારતા ઈજા પહોંચી છે. આ અંગે બી-ડિવિઝન પોલીસને જાણ કરાઈ છે. અત્રે નોંધનીય છે કે, ગુરુવારે ભુજના રેલવે મથકે મામલુ બાબતે અત્યંત રોષે ભરાયેલા આરોપી દીપાંશું મુકેશને પાઈપ ફટકારી હત્યા નીપજાવી દેતા ચકચાર મચી હતી. આરોપીએ પાલારા જેલમાં પણ તેના ગુસ્સાવાળા સ્વભાવ તેવર બતાવ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd