• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

જામથડામાં વીજથાંભલા પરથી પટકાતાં યુવાનનું મોત

ભુજ/ગાંધીધામ, તા. 3 : માંડવી તાલુકાના જામથડામાં સોલાર પ્રોજેક્ટમાં કામ કરતો પરપ્રાંતીય શ્રમિક 25 વર્ષીય યુવાને સંજયકુમાર પ્રભાતસિંહ પરમાર વીજ થાંભલા પરથી પટકાતાં મોત નીપજ્યું હતું, જ્યારે મૂળ ધમડકા (તા. અંજાર) હાલે છસરા (તા. મુંદરા) રહેતો 30 વર્ષીય યુવાન શિવજી મનજી કોલીએ ખેતરમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત મુંદરાના ઝીરો પોઇન્ટ બાજુ રહેતા મૂળ બિહારના 35 વર્ષીય યુવાન રજનીશ બિહારી મહંતો અને ગાંધીધામના અંતરજાળમાં પરિણીતા નીલમબેન હિરેનભાઇ પંડયા (ઉ.વ. 27)એ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધા હતા. મૂળ ધાવર (તા. ગોધરા, જિ. પંચમહાલ)નો યુવાન સંજયકુમાર પરમાર ગઇકાલે બપોરે જામથડા ગામે એમ.કે. સોલાર પ્રોજેક્ટ લિ.માં સિમેન્ટના વિદ્યુત થાંભલા ઉપર ચડીને કામ કરી રહ્યો હતો, ત્યારે આ થાંભલા પરથી નીચે પટકાતાં શરીરના વિવિધ ભાગે  ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેને ભુજની આયુષ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું, બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયા હતા. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૂળ ધમડકા હાલે છસરા રહેતા યુવાન શિવજી કોળીએ ગત તા. 27-9ના કોઇ અગમ્ય કારણોસર ખેતરમાં છાંટવાની દવા મોનો કોટો પી જતાં તેને  સારવાર તળે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યાની વિગતો આજે પ્રાગપર પોલીસ મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી  છે. બીજી તરફ મૂળ બિહાર હાલે મુંદરાના ઝીરો પોઇન્ટ બાજુ રહેતા યુવાન રજનીશ મહંતોએ આજે સવારે 4:30 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણે ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને સારવાર અર્થે મુંદરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ અંગે મુંદરા પોલીસ મથકે વિગતો જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત અંતરજાળના ગોપાલનગરમાં  અકસ્માત મોતનો બનાવ ગત તા. 2/10ના સાંજે પ.45 વાગ્યાના અરસામાં બન્યો હતો. નિલમબેન નામની મહિલાએ પોતાના પિયરમાં કોઈ કારણોસર નાયલોનની દોરી વડે હૂંકમાં બાંધીને ગળેફાંસો ખાધો હતો. તેમને સારવાર માટે લઈ જવાતાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે બનાવ પાછળનું કારણ જાણવા વધુ છાનબીન આરંભી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd