• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

મોટા દિનારા પાસેની કંપનીમાંથી 6.75 લાખના વાયરની ઉઠાંતરી

ભુજ, તા. 3 : તાલુકાના સરહદી વિસ્તાર ખાવડા બાજુ મોટા દિનારા પાસેની કંપનીમાંથી રૂા. 6.75 લાખના વાયરની ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે ખાવડા પોલીસ મથકે મોટા દિનારાના ઢંઢી પાટિયા પાસેની જ્યોતિ સ્ટ્રક્ચર્સ લિ. કંપનીના લોકેશન નં. 28.0 ખાતે પડેલા ઝીબ્રા કન્ડક્ટર એલ્યુમિનિયમ વાયર 4500 મીટર જેની કિં. રૂા. 6,75,000ની ચોરી કોઇ અજાણ્યા ચોર ઇસમ કરી ગયાની ફરિયાદ કંપનીના સાઇટ ઇન્ચાર્જ પ્રસાદીરામ જગરનાથે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd