• રવિવાર, 12 એપ્રિલ, 2026

પદ્ધર પાસે ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ જબ્બે : અંજારના ઇસમે આઇડી આપી'તી

ભુજ, તા. 11 : આજે સાંજે પદ્ધર પાસે બી.કે.ટી.ના ગેટ નજીક મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને એલસીબીએ ઝડપી પાડયો હતો. સટ્ટાની આઇ.ડી. અંજારના ઇસમે આપ્યાનું ખૂલ્યું છે. આજે સાંજે એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળતાં બી.કે.ટી.ના ગેટ નં. 4 પાસેથી ટુવ્હીલર એક્સેસ નં. જી.જે. 12 એચ.એચ. 8317 ઉપર બેસીને  અલી અકબર આમદશા શેખ (રહે. કનૈયાબે)ને તેના મોબાઇલ પર આઇપીએલની ક્રિકેટ રમતા ઝડપી પાડયો હતો. સટ્ટાની આઇ.ડી.માં રૂા. 50,359ની બેલેન્સ હતી. આ સટ્ટાની આઇ.ડી. તેને અંજારના આમદશા ઉર્ફે ઓસાયો શેખે આપ્યાની કેફિયત આપી હતી. પાંચ હજારનો મોબાઇલ અને 30 હજારના ટુવ્હીલરના મુદ્દામાલ સાથે ઝડપી પદ્ધર પોલીસ મથકે બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કરાવાયો હતો. 

Panchang

dd