• રવિવાર, 12 એપ્રિલ, 2026

પ્રતિબંધિત લક્કીનાળા પાસે રાજસ્થાની શખ્સ મળતાં કાર્યવાહી થઈ

ભુજ, તા. 11 : કચ્છ સરહદી જિલ્લો હોવાથી સીમા ક્ષેત્રના પ્રતિબંધિત સ્થળોએથી લોકો મળતાં પોલીસે કાર્યવાહી કર્યાના વિવિધ બનાવો વચ્ચે લક્કીનાળા પાસેથી એક રાજસ્થાનનો શખ્સ મળતાં કાર્યવાહી કરાઈ છે. બે દિવસ પહેલાં રાત્રે નારાયણ સરોવર પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે લક્કી ગામ પાસે આવતાં બાતમી મળી કે, લક્કીનાળા પાસેના બી.એસ.એફ. કેમ્પ વિસ્તારના પ્રતિબંધિત ક્ષેત્રમાં એક ઈસમની શંકાસ્પદ હિલચાલ જણાઈ છે, આથી પોલીસે પંચોને સાથે રાખી આ શંકાસ્પદ શખ્સ 31 વર્ષીય આલમ મુહીબખાન (રહે. બાદરાણી, તા. શાહદાદ કાપરા, જિ. બાડમેર, રાજસ્થાન)ને પકડી તેની પૂછતાછ કરતાં કોઈ યોગ્ય સંતોષકારક જવાબ ન આપતાં તેને તેના મોબાઈલ કિં. રૂા. 10,000ના મુદ્દામાલ સાથે ઝડપી પોલીસ મથકે ગુનો દાખલ કરી છાનબીન આદરી છે.  

Panchang

dd