ગાંધીધામ, તા. 9 : અહીં ચેક રિર્ટનના કેસમાં આરોપીને એક વર્ષ જેલની સજા ફટકારતો હુકમ ગાંધીધામ કોર્ટ
દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસની હકીકત મુજબ
વર્ષ 2023માં બાપા સિતારામ રોડલાઈન્સનાં નામે પરિવહનનો વ્યવસાય કરતા આરોપી ચેતનસિંહ શાંતુભા ગોહિલે વ્યવસાય માટે કલ્પેશ મૂળજી સચદે પાસેથી 11 લાખ ઉધાર લીધા હતા. આરોપીએ
11 લાખનો આપેલો વણચુકવ્યો પરત
ફર્યો હતો. ફરીયાદીએ કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી ગાંધીધામ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતે. બન્ને પક્ષની દલીલો સાંભળી અધિક
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.બી. ભાવસારે
આરોપીને એક વર્ષની કેદની સજા અને 12.50 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા
હુમક કર્યો હતો. વળતર રકમ ચૂકવવામાં આરોપી
નિષ્ફળ જશે, તો વધારાની એક મહિનાની
સજા ભોગવવાની રહેશે. ફરિયાદી તરફે એડવોકેટ
અજમલ જી. સોલંકીએ હાજર રહી દલીલો કરી હતી.