ભુજ, તા. 27 : મુંદરા તાલુકાના ધ્રબમાં 19 વર્ષીય યુવક રોશન રામનાથ સહાનીએ
આજે ગળે ટૂંપો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી છે. આ બનાવ અંગે મુંદરા પોલીસ
મથક ખાતેથી મળેલી વિગતો મુજબ ધ્રબની શાહી કોલોનીમાં રહેતા યુવક રોશને આજે સવારથી બપોર
દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ
આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.