• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

ચેક પરતના કેસમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સમાધાન

ભુજ, તા. 25 : ચેક પરતના એક કેસમાં ભુજના મીડિયેશન સેન્ટર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પ્રયાસોથી સુખદ સમાધાન થયું હતું. આ કેસની વિગતો મુજબ ચેક પરત ફરતાં નાણા વસૂલવા અંગે ફરિયાદીએ કેસ કર્યો હતો. આ કેસમાં કોર્ટને સમાધાનની શક્યતા જણાતાં રાષ્ટ્રવ્યાપી ચાલી રહેલા `મીડિએશન ફોર નેશન ડ્રાઇવ 2.0' અંતર્ગત આ કેસને મીડિએશન સેન્ટર-ભુજને મોકલાવતાં બંને પક્ષકારોને મીડિયએશન સેન્ટર ખાતે બોલાવી બંને પક્ષો સાથે વાટાઘાટો તેમજ મીડિએટર કે. સી. જોશી (પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ ભુજ-કચ્છ)ની સૂઝબૂઝથી આ તકરારનું સુખદ સમાધાન થયું હતું. 

Panchang

dd