• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ/માંડવી : સંજીવકુમાર ભોગીલાલ પુરોહિત (.. 46) (માંડવી મર્કન્ટાઇલ કો-. બેંક) તે રસીલાબેનના પુત્ર, રીનાબેનના પતિ, હંસાબેન વિઠ્ઠલદાસ કેવડિયા (ભુજ)ના જમાઇ, સારિકા પ્રકાશ પનિયા (મુંબઇ)ના ભાઇ, હેની, ક્રિશિવના પિતા, ગીતા ઓમ પનિયા, સાગરના મામા, સ્વ. તારાબેન છોટાલાલ વાસુના દોહિત્ર, સ્વ. જિતેન્દ્રભાઇ, સરસ્વતીબેન, ભાવનાબેન, વિનયભાઇ, અનિલભાઇ, પરેશભાઇ, યોગેશભાઇના ભાણેજ, સ્વ. તુલસીદાસ, સ્વ. સુરશ્યામ, જગદીશભાઇ, અરવિંદભાઇ, નલિનીબેન (જયા)ના કાકાઇ જમાઇ, નીલેશ, રામ, વિષ્ણુ, પ્રકાશ, દીપક, આનંદ, મહેશ, વિપુલ, ભૂમિ જુગલ વ્યાસ, હિના, અંજલિ સત્ય, સ્વ. ભારતીબેન, ગીતાબેન, પૂજાબેન, કિશન, ગૌતમના બનેવી, આર્શિવ અને અયાન્શના ફુવા તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સોમવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, તળાવ ગેટ, માંડવી ખાતે.

ગાંધીધામ : હરીશ આસનદાસ ક્રિષ્નાની (.. 71) (નિવૃત્ત કે.પી.ટી.) તે ભગવતીબેનના પતિ, સુનીલ (નોબલ રિસોર્સ કન્સલટન્ટ), અમિત (એચ.ડી.બી. ફાયનાન્સિયલ સર્વિસ)ના પિતા, દીપક પારવાણી, દિલીપ પારવાણી (જીમ્મી બેકરી)ના બનેવી, રીચા અમિત, નીકિતા સુનીલના સસરા તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા-પઘડી તા. 19-2-2024ના સોમવારે સાંજે 6 કલાકે ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલ પાસે, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ બારાના ભાનુશાલી સુંદરજીભાઇ (સાંરગભાઈ) ગોકલદાસ ગોરી (.. 63) તે ભરત, સુનીલના પિતા, સ્વ. વેરશીભાઇ, હંસરાજભાઇના મોટાભાઇ, ભાવેશ, સચિન વેરશીભાઇ, આનંદ હંસરાજના મોટાબાપા, શાંતિલાલ વીરજીભાઇ ગજરા (આશાપર), પ્રફુલ્લભાઇ વિશ્રામભાઇ ચાંદ્રા (રામપર)ના સસરા તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સોમવારે સાંજે 5થી 6, ભાનુશાલી વાડી, ઓધવ ભવન, જનતા કોલોની સામે, ભારતનગર રોડ, ગાંધીધામ ખાતે.

અંજાર : વિહાનભાઇ શાહ (.. 12) તે સ્વ. સરોજબેન જગજીવનભાઇ રાઘવજીના પ્રપૌત્ર, સ્વ. નિરાબેન વૃજલાલના પૌત્ર, સમીર વૃજલાલના પુત્ર, વંશિકાબેનના ભાઇ, મહેતા રૂપાબેન રોહિતકુમાર જયંતીલાલ (માનકૂવા), ખંડોર સોનાબેન દીપકકુમાર મહેશભાઇ (ભુજોડી)ના ભત્રીજા, મહેતા હીરાલાલ રતિલાલ (બેંગ્લોર)ના ભાણેજના પુત્ર તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. બાર નવકાર મંત્ર ઘરેથી ગણવા. સંપર્ક : શાહ સમીરભાઇ-98793 87195, મહેતા રૂપાબેન-98255 48391, ખંડોર સોનાબેન-97249 91851.

અંજાર : જુલેખાબાઇ જુસબ ઓઢેજા (.. 85) તે . જુસબ ઓસમાણ (અનવર લોજ)ના પત્ની, . ગની, આમદ, ખાલીદ, યાકુબ, ફારુકના માતા, હોથી હાજી હાસમ, હોથી અનવર, સાંધ મજીદના સાસુ તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-2-2024ના મંગળવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, અંજાર ખાતે.

માંડવી : કરન કરશન કષ્ટા (.. 31) તે નીતાબેન કરશનના પુત્ર, જિગરના ભાઇ, રામજીભાઇ, હરેશભાઇ, રવિલાલ, લીલાવંતીબેન, ઉર્મિલાબેન, ભાનુબેન, મોતીબેન, રસીલાબેન, ભાનુબેનના ભત્રીજા, મીના નારાણ, રશ્મિ અરવિંદ, મીના રમેશના ભાણેજ, મણિબેન હરજીના પૌત્ર, રંભાબેન ગોવિંદના દોહિત્ર, પારુલબેન કિશોરના જમાઇ, અમિત, મહેકના બનેવી તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું ભાઈઓ-બહેનોનું સાથે તા. 19-2-2024ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.

માંડવી : પૂજાબેન કષ્ટા (.. 29) તે કરન કરશનના પત્ની, નીતાબેન કરશનના પુત્રવધૂ, જિગરના ભાભી, રામજીભાઇ, હરેશભાઇ, રવિલાલ, લીલાવંતીબેન, ઉર્મિલાબેન, ભાનુબેન, રસીલાબેન, મોતીબેન, ભાનુબેનના ભત્રીજાવહુ, મીના નારાણ, રશ્મિ અરવિંદ, મીના રમેશના ભાણેજવહુ, મણિબેન હરજીના પૌત્રવધૂ, રંભાબેન ગોવિંદના દોહિત્રવધૂ, પારુલબેન કિશોરના પુત્રી, અમિત, મહેકના બહેન તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. ભાઇઓ-બહેનોનું સાથે ઉઠમણું તા. 19-2-2024ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.

માંડવી : માવજીભાઇ માધવજીભાઇ ફોફિંડી (.. 87) તે ગં.સ્વ. નર્મદાબેનના પતિ, સ્વ. પરેશભાઇ, શારદાબેન, મીનાબેન, મધુબેન, નયનાબેનના પિતા, મનસુખભાઇ મીઠુભાઇ ઝાલા, સ્વ. સુરેશભાઇ કરસન ચૂડાસમાના સસરા, સ્વ. મોહનભાઇ, સ્વ. ચાંપશીભાઇ, સ્વ. ગોવિંદભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. દેવકીબેન, સ્વ. જસીબેનના ભાઇ તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સોમવારે સાંજે 4થી 5 ઝાલાવાડી (ઔદિચ્ય) બ્રહ્મસમાજવાડી ખાતે.

માંડવી : ચંદ્રિકાબેન (મંગુમાસી) મોતીલાલ શાહ (.. 75) તે સ્વ. માનવંતીબેન મોતીલાલના પુત્રી, સ્વ. શાહ દામજી હીરાચંદ (મુંબઇ)ના ભત્રીજી, ધનલક્ષ્મીબેન કાંતિલાલ શાહ, સ્વ. કિશોરભાઇ, સ્વ. સુરેશભાઇ, પૂર્ણિમાબેન વ્રજલાલ સંઘવીના બહેન તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

માંડવી : મૂળ મેરા (સુરેન્દ્રનગરના)ના ડો. પ્રતીકભાઇ કમલેશભાઈ ચાવડા (.. 29) તે ડિમ્પલબેન કમલેશભાઈના પુત્ર, ફાલ્ગુનીબેન વાઘેલાના ભાઇ, પરિમલભાઇના સાળા, મંજુલાબેન જયંતીભાઈ હીરપરાના જમાઇ, તેજશભાઇ જયંતીભાઈના બનેવી, ડો. હેતલબેન (.. 29) (મૂળ જામનગર હાલે માંડવી) તે સ્વ. ડો. પ્રતીકભાઇ ચાવડાના પત્ની, ડિમ્પલબેન કમલેશભાઈના પુત્રવધૂ, મંજુલાબેન જયંતીભાઈના પુત્રી, તેજશભાઇ જયંતીભાઈના બહેન, ન્યાસા (.. 1) તે સ્વ. હેતલબેન, સ્વ. પ્રતીકભાઇ ચાવડાના પુત્રી, ડિમ્પલબેન કમલેશભાઈના પૌત્રી, ફાલ્ગુનીબેન પરિમલભાઇ વાઘેલાના ભત્રીજી, મંજુલાબેન જયંતીભાઈના દોહિત્રી, તેજશભાઇ જયંતીભાઈના ભાણેજી તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સોમવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન ગાલાનગર-2 (સાર્વજનિક પ્લોટ), આશીર્વાદ નગરની સામે, શ્રી રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી પાસે, ક્રાંતિતીર્થ રોડ, માંડવી ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : ગોહિલ ડાયાલાલ અખઇ (કારાભાઇ-જયભોલે) (.. 60) તે સવિતાબેનના પતિ, રમેશ, અશોકના પિતા, સ્વ. વલુભાઇ, હીરાભાઇ, સામજીભાઇના ભાઇ, સ્વ. નાનજીભાઇ વસ્તા ચાવડા (ફોટડી)ના જમાઇ, મનોજ, હરેશ, હિરેન, તરુણના કાકા તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 21-2-2024ના રાત્રે સત્સંગ, તા. 22-2-2024ના સવારે પાણીઆરો નિવાસસ્થાને બેસણું.

માધાપર (તા. ભુજ) : મૂળ લુણીના જાડેજા મિતરાજસિંહ (.. 33) તે સ્વ. વાઘજી અલુભાના પૌત્ર, નવલસિંહ વાઘજીના પુત્ર, મહેન્દ્રસિંહ વાઘજી, લાલુભા વાઘજીના ભત્રીજા, રણજિતસિંહ, પ્રદ્યુમનસિંહ, વીરેન્દ્રસિંહ, સતુભા, હરુભા, હઠુભા, રાજુભા, મનુભા, રામસંગજી, કમલેશસિંહના ભાઇ, પદ્મરાજ, યજુર્વેન્દ્રસિંહના કાકા તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-2-2024ના બુધવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન કેસરબાગ રોડ, કેવલ હોમ, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : કુંભાર હનીફાબેન ખમુભાઇ (.. 78) તે ખમુ હુશેન (ભદ્રેશ્વરવાળા)ના પત્ની, ગની, ઓસમાણ, આદમના માતા, ઇમરાન, રિયાઝ, મુસ્તાક, શાહિદ, ઉવેશના દાદી તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-2- 2024ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.

નાગલપર (તા. અંજાર) : ઉમાબેન (.. 65) તે સ્વ. રમણીકલાલ માધવજી ચૌહાણના પત્ની, સ્વ. દેવશી માધવજી ચાવડા (રાંચી)ના પુત્રી, ગીતાબેન, સ્વ. પરસોત્તમભાઇ, સ્વ. ચમનભાઇના બહેન, રમેશભાઇના માતા, ગગન, પ્રગતિના દાદી તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 19-1-2024ના મંગળવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, નાગલપર ખાતે.

નાગલપર (તા. અંજાર) : ગિરધરલાલ શિવજીભાઇ જેઠવા (.. 77) તે સ્વ. ગોમતીબેન શિવજીભાઇ જેઠવાના પુત્ર, વિમળાબેનના પતિ, ભાણજીભાઇ, વેલજીભાઇ, દેવજીભાઇ, રણછોડભાઇ, મોહનભાઇ, નર્મદાબેન વેલજીભાઇ ચૌહાણ, ધનગૌરીબેન નરભેરામભાઇ ટાંકના ભાઇ, ઝરણાબેન ચંદુલાલ પરમાર, કવિતાબેન મોહનભાઇ ચૌહાણ, અશ્વિનભાઇના પિતા, વિદ્યાબેનના સસરા, મંથનના દાદા, સ્વ. હરિકુંવરબેન હીરજીભાઇના જમાઇ, ગોરધનભાઇ, મનસુખભાઇ, હસમુખભાઇ, છાયાબેનના બનેવી, તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-2-2024 તથા ઉઠમણું તા. 21-2-2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 હાટકેશ્વર મહાદેવ મંદિર, નાગલપર ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : મૂળ કાદિયા નાનાના હાલે સુરત પરીનભાઈ રાજેશભાઈ ઠક્કર (.. 33) તે સ્વ. ચંદ્રિકાબેન નવીનચંદ્ર ઠકકરના પૌત્ર, જ્યોતિબેન રાજેશભાઈ ઠક્કરના પુત્ર, મનીષાબેનના પતિ, ધ્રુવલ (મંત્ર)ના પિતા, વિજયાબેન સુંદરજીભાઈ ઠક્કર (ગઢશીશા)ના જમાઈ, અંકિતભાઈના ભાઈ, વિજયભાઈ (મુંદરા), શૈલેષભાઈ (નખત્રાણા), ચેતનાબેન જનકભાઈ ઠક્કર (નખત્રાણા), રેખાબેન ભરતભાઈ ઠક્કર (ભીલાડ), જ્યોતિબેન મુકેશભાઈ ઠક્કર (દરશડી)ના ભત્રીજા, કલ્પેશ સુંદરજીભાઈ ઠક્કર (એડવોકેટ)ના બનેવી, સ્વ. લાલજી ખીમજી ઠક્કર (કોઠારા હાલે માધાપર)ના ભાણેજ, દીપ ઠક્કર, મિત ઠક્કર (મુંદરા)ના કાકાઈ ભાઈ તા. 15-2-2024ના સુરત મધ્યે અવસાન પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-2-2024ના સાંજે 4થી 5  દરિયાસ્થાન, લોહાણા મહાજનવાડી, ઉગમણા નાકા, ગઢશીશા ખાતે.

બિદડા (તા. માંડવી) : જુમાબાઇ (.. 85) તે સ્વ. ગાભાભાઇ કચરાભાઇ સાકરિયાના પત્ની, સ્વ. શામજીભાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. મીઠાબાઇ, સ્વ. બેબીબાઇના ભાઇના પત્ની, સ્વ. ગગુભાઇ, નાથાભાઇ, સ્વ. લધાભાઇના કાકાઇ ભાઇના પત્ની, સ્વ. કરશનભાઇ, શિવજીભાઇ, રતનબાઇના માતા, કલ્યાણજી, રાણજીભાઇ, મગનભાઇ, ખીમજીભાઇ, વાલબાઇના કાકી, નારાણભાઇ, મોહનભાઇ, કાનજીભાઇ, સોનબાઇના મોટીમા, ભરત, વિરમ, જયશ્રી, દિનેશ, જેન્તી, રમીલાના દાદી, સ્વ. રાજબાઇ (વાંઢ), સ્વ. હીરબાઇ (બિદડા), બબીબાઇ (પીપરી), નારાણભાઇ જીવણભાઇ  બેર્યા (પીપરી)ના બહેન, કરશન, ભરત, રતનબાઇના ફઇ તા. 18-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-2-2024 સુધી નિવાસસ્થાન બિદડા?ખાતે.

રામાણિયા (તા. મુંદરા) : મૂળ શિરાચાના ચૌહાણ કલુભા રાયબજી (.. 64) તે દોલતસિંહના પિતા, સૂર્યરાજસિંહના દાદા, ભૂરુભા, શિવુભા, ભિખુભા, મનુભા હમીરજીભાઇના કાકાઇ ભાઇ તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-2-2024 સુધી નિવાસસ્થાન રામાણિયા ખાતે.

ભીટારા (તા. નખત્રાણા) : હાલે પૂના વસંતલાલ વાલજીભાઇ સેંઘાણી તે સંત વાલજીદાદાના પુત્ર, સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ. ડાહ્યાભાઇ ભીમજીભાઇ ઠાકરાણી (ભડલી)ના જમાઇ, દીપકભાઇ, જિજ્ઞેશભાઇના પિતા, ભૂમિબેન, મિનલબેનના સસરા, સ્વ. નારણભાઇ, કુંવરબેન, દેવકાબેન, કસ્તૂરબેન, સ્વ. મણિબેન, વનિતાબેનના ભાઇ, અંબાલાલભાઇ, ધીરજભાઇ, લહેરીભાઇ, કૌશલ્યાબેનના કાકા, હર્ષ, વંશી, પર્વના દાદા તા. 15-2-2024ના પૂના ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 20-2-2024ના મંગળવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી 5 સનાતન પાટીદાર સમાજવાડી, ભીટારા ખાતે.

વાંકુ (તા. અબડાસા) : જાડેજા નારણજી બેચરજી (.. 85) તે ભીખુભાના પિતા, સ્વ. બાલુભા, પ્રભાતસંગ, લખુભાના ભાઇ, જાડેજા ભરતસિંહ, રાજુભા, હકુભાના કાકા, બટુકસિંહ, જયરાજસિંહ, મહાવીરસિંહ, કિરીટસિંહના મોટાબાપુ, ગિરિરાજસિંહના દાદા તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 27-2-2024ના નિવાસસ્થાન વાંકુ ખાતે.

ફુલાય (તા. અબડાસા) : સીજુ લીલાબાઇ (.. 90) તે સ્વ. બુધાભાઇ વેલાભાઇના પત્ની, શંકરભાઇ સીજુ (પ્રમુખ ગરડા મેઘવંશી સમાજ), લખમાબાઇ બુધા પાયર (ધારેશી), માનબાઇ મનુભાઇ ખોખર (ગુનેરી), કાનબાઇ ખીમજી ગોરડિયા (ધારેશી), જીવાબેન ખીમજી (ધાલા ભગત) (માતાના મઢ), નેણબાઇ શિવજી પરગડુ (કોઠારા હાલે ફુલાય)ના માતા, હીરજીભાઇ, વિશ્રામભાઇ, શિવજીભાઇના ભાભી, મહેન્દ્ર, અનિલ, કમળાબેન મનજી પોવાર (મુધાન), સામાબેન નરેશ બલિયા (નેત્રા), પ્રેમિલાબેન નવીન બળિયા (લક્ષ્મીપર-નેત્રા)ના દાદી, સ્વ. લાલજી આચાર ખંભુ, સ્વ. નાથા આચાર ખંભુ (પુનરાજપર)ના બહેન તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 27-2-2024ના સાંજે આગરી, ભજન-સત્સંગ, તા. 28-2-2024ના સવારે પાણીઢોળ, બેસણું નિવાસસ્થાને.

દયાપર (તા. લખપત) : હાલે ઈન્દોર (.પ્ર.) .સ્વ. વેલુબેન (ઉર્ફે ભગવતીબેન) (.. 81) તે સ્વ. સોની ભીમજી કરશનદાસ બારમેડાના પત્ની, જયવંતી (માંડવી), દમયંતી (જિયાપર), કલ્પના (માધાપર-ભુજ), શાંતિલાલ, કાંતિલાલના માતા, સ્વ. સોની ગોરધન પ્રેમજી બુદ્ધભટ્ટી (મોટી વિરાણી)ના પુત્રી, દેવશીભાઈ, ભીમજીભાઈ (નખત્રાણા), શંભુભાઈ, હીરાલાલભાઈ (ભુજ), કાન્તાબેનના બહેન તા. 16-2-2024ના ઈન્દોર (.પ્ર.) ખાતે અવસાન પામ્યા છે. માવતર પક્ષની પ્રાર્થનાસભા તા. 21-2-2024ના બુધવારે સાંજે 4 થી5 સોની સમાજવાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang