મુંદરા, તા. 25 : અહીંના રાજપૂત યુવક મંડળ દ્વારા
સ્વ. શાંતાબેન શામજીભાઈ જેસર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં રાજપૂત ટાઈટન્સ
ટીમ ચેમ્પિયન બની હતી. શિવ પારસ ગ્રુપ મુંદરા દ્વારા સ્પોન્સર થયેલી અને આરાધ્યા નોવા
બોક્સ એરેના પાસે આયોજિત આ ટુર્નામેન્ટમાં એચ. ડી. સુપર સેવન ટીમ રનર્સ અપ થઈ
હતી. ખેલાડીઓમાં રાજપૂત ટાઈટન્સનો પુર્વરાજ રાઠોડ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેસ્ટમેન રાજભા, બેસ્ટ બોલર ધ્રુમિલ રાજપૂત રહ્યા હતા. સમાપન કાર્યક્રમમાં સહયોગી શિવ પારસ
ગ્રુપનાં ધર્મેન્દ્રભાઈ જેસરના હસ્તે ઇનામ વિતરણ થયું હતું. આયોજનમાં યશરાજ ઝાલા,
સુઝલ ચૌહાણ, કરણ ઝાલા, રોહિત
રામાણી, રાહુલ રામાણી, જીત સોલંકી,
શિવમ ચૌહાણ, સુરેશ ચૌહાણ, નયન ધલ વગેરેએ સહયોગ આપ્યો હતો.