• સોમવાર, 02 નવેમ્બર, 2026

ગોપાલપુર રેલવે સ્ટેશન ઉપર 15 સ્ટીલની ખુરશીનું લોકાર્પણ

ગાંધીધામ, તા. 1 : તાજેતરમાં જ  ગાંધીધામ રેલવે સ્ટેશન ઉપરાંત ટ્રેનનો સમય ઘટાડવા માટે ગોપાલપુર રેલવે સ્ટેશનનો આરંભ કરાયો હતો, ત્યારે ગાંધીધામના ફ્રેન્ડસ ગ્રુપના સહયોગથી પ્રવાસીની સુવિધા માટે બેન્ચનું લોકાર્પણ કરાયું હતું. નવા સ્ટેશન ઉપર સુવિધાઓનો અભાવ છે તે વચ્ચે મુસાફરો બેસીને આરામ કરી શકે તે માટે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સ્વ. રમેશકુમાર અમરચંદ સિંઘવીની સ્મૃતિમાં પરિવાર તરફથી 45 બેઠક ધરાવતા 15 સ્ટીલના બાંકડા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવિધાનુ એઆરએમ હેમંતકુમાર સિંહ કાદિયાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય બદલ સુખરાજભાઈ સિંઘવી, ત્રિભુવનભાઈ સિંઘવી, અશોકભાઈ સિંઘવી, જિતેન્દ્રભાઈ સિંઘવી અને મૃદુલ સિંઘવીનું રેલવે પ્રશાસન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીઆરયુસીસીના પૂર્વ સભ્ય જિતેન્દ્ર સી. જૈન (શેઠિયા)  ગોપાલપુર રેલવે સ્ટેશનના વાણિજ્ય સ્ટેશન અધિક્ષક રાહુલ ડાબલા, સંજિત સિંઘ તથા રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd