• સોમવાર, 02 નવેમ્બર, 2026

કચ્છની સોનાં-ચાંદી બજારમાં પ્રાણ ફૂંકાયા, હવે તેજીની આશા

ભુજ/ગાંધીધામ, તા. 1 : દિવાળીની ખરીદીની રાહ જોઈ રહેલા કચ્છની સોના-ચાંદી બજારના વેપારીઓના ચહેરા પર થોડો હરખ આવ્યો છે. ભાવઘટાડાને લીધે થોડા દિવસથી નાની-મોટી ઘરાકી નીકળ્યા બાદ આજે રવિપુષ્ય નક્ષત્રના દિવસે બજારમાં અમુક અંશે રોનક દેખાઈ હતી અને મહાપર્વ નજીક આવતાં વધુ ખરીદીની આશા જાગી છે. ભુજના જાણીતા વેપારી હિતેશ પ્રભુદાસભાઈ ગુજરાતી કહે છે કે, આજે શહેરી લોકો ખરીદી કરવા નીકળ્યા છે, પણ ઓછો વરસાદ હોવાને લીધે ગ્રામ્ય વિસ્તારોના લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. ડિસેમ્બરથી જાન્યુઆરીના લગ્નોની પણ થોડી ખરીદી થઈ હતી, પણ દિવાળી માટેની ખરીદી મોટે ભાગે હળવા દાગીનાની થઈ રહી છે. નવ કેરેટના દાગીના પણ ફરી બજારમાં ચલણી બન્યા છે. તેમાં ઘણી ડિઝાઈનો હોય છે, ઘરેણા ટૂટે પણ નહીં  અને કિંમત પણ વધુ કેરેટના દાગીના કરતાં ઓછી હોય એટલે યુવતીઓ આવા દાગીના પસંદ કરે છે. બજારમાં લોકો નીકળ્યા છે. જો કે, ક્યાંક શનિ અને રવિવારે બેન્કો બંધ હોવાને લીધે ખરીદીમાં ઓટ પણ આવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ રૂા. 1.પ8 લાખથી ઘટીને રૂા.1.42 લાખની આસપાસ આવી ગયા છે એ જ રીતે ચાંદીમાં પણ મોટો કડાકો નોંધાયો છે તેને લીધે સામાન્ય ખરીદી દેખાઈ રહી છે. રવિપુષ્ય નક્ષત્રના દિવસે  ગાંધીધામ -આદિપુરની સોના-ચાંદીની દુકાનોમાં  બજારનો રાજા  ખરીદી કરવા આવતા વેપારીઓમાં સારા બજારની આશા ફરી જીવંત બની છે. ગાંધીધામ સંકુલની સોના-ચાંદીની  દુકાનો તેમજ મોલમાં સવારથી ખરીદીનો માહોલ જામ્યો હતો. મોડી સાંજે પણ લોકો ખરીદીમાં વ્યસ્ત હોવાનું ચિત્ર ઉપસ્યુ હતું, જેને જોઈને સ્થાનિક વેપારીઓની સારા વેપારની આશા જીવંત બની છે. ગાંધીધામના સોના-ચાંદીના અગ્રણી વેપારી મનસુખભાઈ કોડરાણી અને ટ્વિન્કલ કોડરાણીએ કહ્યંy હતું કે, દિવાળી  બોનસ  અને પગાર થતા બે દિવસથી વેપાર ખુલ્યો છે. ઓછા વજનનાં આભૂષણોની ખરીદી માટે ગ્રાહકોનો ઝુકાવ વધુ જણાયો હતો. રોઝ ગોલ્ડ, તર્કિસ તેમજ મોઝોનાઈટ જવેલરીનું ચલણ વધુ રહ્યંy છે. ભેટ-સોગાદની વસ્તુઓનો પણ સારો વેપાર થયો છે.  ઘટતા જતા ભાવને લઈને ગ્રાહકોની ખરીદશક્તિ પાછી આવી હોવાનું જણાઈ રહ્યંy છે. ગ્રાહકોના ઉત્સાહના કારણે  વેપારીઓમાં નવા પ્રાણ ફૂંકાયા છે. શિવમ જ્વેલર્સના ધવલભાઈ કોઠારીએ  કહ્યંy હતું કે, કોર્પોરેટ ક્ષેત્રમાં ભેટ આપવા માટે  ચાંદીનાં વાસણો, મૂર્તિઓ સહિતની વસ્તુઓની ખરીદી  ચાલુ થઈ છે. આ વર્ષે ખરીદીનું મુહૂર્ત  સચવાયું છે તેમજ 925  સિલ્વર જ્વેલરીની માંગ વધી છે. ગાંધીધામના મનન જ્વેલર્સના અમિતભાઈ સોનીએ કહ્યંy હતું કે, છેલ્લા લાંબા સમયથી ગ્રાહકો સોના-ચાંદીના ભાવ ઘટાડાની રાહ જોઈ રહ્યા હતા. ઘટાડાની સાથે  ગ્રાહકો ફરી બજારમાં ખરીદી માટે ઊમટયા છે. ગાંધીધામની રીવા જવેલર્સના ધવનભાઈ કોડરાણીએ આનંદ સાથે જણાવ્યું હતું કે, આ ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ છે. ખાસ કરીને ફેન્સી વસ્તુઓનું વધુ વેચાણ થયું  છે તેમજ સોનાની લગડીનું પણ સારું વેચાણ થયું  છે. ભાવ ઘટાડાને લઈને લગ્નસરાની પણ ખરીદી કરતા ગ્રાહકો નજરે પડયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd