• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

કચ્છ-મુંબઇ વચ્ચે દૈનિક એસી ટ્રેન માટે પૂર્ણ સહયોગની ખાતરી

મુંબઇ, તા. 25 : અંધેરી (ઈસ્ટ)ના જૂના નાગરદાસ રોડ પર જનસેવાના પ્રતીક સમાન શ્રી અંધેરી ક.વી.ઓ. સેવા સમાજ બસ સ્ટોપ ખુલ્લું મુકાતાં સ્થાનિકો અને કચ્છી સમાજમાં ગૌરવની લહેર ફરી વળી છે.  આ ગરિમાપૂર્ણ સમારોહમાં અંધેરીના  ધારાસભ્ય  મૂરજીભાઈ પટેલ (કાકા) ના હસ્તે આ બસ સ્ટોપનું  ઉદ્ઘાટન સંપન્ન થયું હતું. ધારાસભ્ય અંધેરી સ્ટેશને કચ્છની ટ્રેનોના સ્ટોપ તથા દૈનિક વાતાનુકૂલ ટ્રેન માટે સહયોગની ખાતરી આપી છે. પ્રસંગે અતિથિવિશેષ તરીકે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, ક.વી.ઓ. સ્થાનકવાસી જૈન મહાજનના ઉપપ્રમુખ અનિલભાઈ ગંગાર, એડવોકેટ કીર્તિભાઈ નાગડા, નગરસેવક પ્રકાશભાઈ મુસરે અને નગરસેવિકા મમતાબેન યાદવ સહિત સમાજના અનેક ગણમાન્ય અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રકલ્પના મુખ્ય સૂત્રધાર અને અંધેરી ક.વી.ઓ. સેવા સમાજના  ટ્રસ્ટી  ચંદ્રકાંતભાઈ રામજી ગાલા (પુનડી)ની  મહેનત, નેતૃત્વ અને વિઝનને કારણે જ આ સમગ્ર ચોક અને આધુનિક બસ સ્ટોપનું નિર્માણ શક્ય બન્યું છે. તેમણે સમારંભમાં આવેલા તમામ અતિથિઓનું સ્વાગત કર્યું હતું. - મહિલા પાંખની જાગૃત રજૂઆત  : કાર્યક્રમ દરમિયાન અંધેરી ક.વી.ઓ. સેવા સમાજની મહિલા પાંખ દ્વારા અંધેરી સ્ટેશને એસી ટ્રેન અને કચ્છ એક્સપ્રેસના સ્ટોપેજ માટે  મક્કમ રજૂઆત કરવામાં આવી હતી, જેને તમામ નેતાઓ અને અગ્રણીઓએ આવકારીને યોગ્ય કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. - ટ્રેનસેવા માટે પૂર્ણ સહયોગની ખાતરી : ધારાસભ્ય  મૂરજીભાઈ પટેલ (કાકા)એ પોતાના ઉદ્બોધનમાં આશ્વાસન આપ્યું કે, `આવનારા અઠવાડિયામાં તેઓ પોતે દિલ્હી ખાતે બેઠક યોજીને અંધેરી સ્ટેશને કચ્છ એક્સપ્રેસના સ્ટોપેજ તેમજ અઠવાડિયાના સાતેય દિવસ એસી ટ્રેન સેવા ચાલુ કરાવવા માટે પૂર્ણ ટેકો આપશે.' તેમણે સેવા સમાજની ભાવનાને બિરદાવતાં કહ્યું કે, `અંધેરી ક.વી.ઓ. સેવા સમાજ એ એક પરિવાર સમાન છે.' અંધેરીના વિકાસ વિશે વાત કરતાં તેમણે દાવો કર્યો કે, `અત્યાર સુધીમાં સૌથી વધુ ફંડ મેળવીને અંધેરીના 85 જેટલા રોડ સંપૂર્ણપણે સિમેન્ટ-કોંક્રિટના બનાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ અંધેરી એક નવું જ સ્વરૂપ ધારણ કરશે.' તેમણે અંધેરી સેવા સમાજની નવગઠિત `યુવા પાંખ 'ને પ્રોત્સાહિત કરી, પ્રશંસાપત્ર રૂપે ભેટ આપી અને નવી જનરેશનના વિચારો સાંભળી આગળ વધવા હાકલ કરી હતી. - આ માત્ર બસ સ્ટોપ નહીં, પવિત્ર સ્મૃતિસ્થાન : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મમાણિયાએ જણાવ્યું કે, `આ માત્ર એક બસ સ્ટોપ નથી, પણ એક પવિત્ર સ્મૃતિસ્થળ છે. આવનારા અનેક વર્ષો સુધી અહીંથી પસાર થતો દરેક નાગરિક સેવા સમાજની સેવાકીય ચેતનાને યાદ કરશે.' તેમણે `કચ્છમિત્ર', સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યો દ્વારા કચ્છ માટે કરાઈ રહેલા પ્રયાસોની વિગતો આપતાં ઉમેર્યું કે, `સૌના સહિયારા પ્રયાસોથી હાલમાં જ ભુજ માટે એક વધારાની ફ્લાઇટ અને કંડલા માટે એક નવી ફ્લાઇટ શરૂ થઈ ચૂકી છે. હવે અંધેરીમાં કચ્છ એક્સપ્રેસ અને સાતેય દિવસ એસી ટ્રેન સેવા ઉપલબ્ધ થાય તે માટે થઈ રહેલા અભિયાનમાં શ્રી મૂરજીકાકા પણ જોડાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.' - હજારો મુસાફરોને રાહત મળશે : અનિલભાઈ ગંગારે ખાતરી આપી હતી કે, સ્થાનકવાસી મહાજન ભવિષ્યમાં પણ સેવા સમાજના દરેક નાના-મોટાં કાર્યો અને સેવાકીય પ્રકલ્પોમાં ખભેથી ખભો મિલાવીને પૂર્ણ સહયોગ આપશે. એડવોકેટ કીર્તિભાઈ નાગડાએ  જણાવ્યું કે, આ બસ સ્ટોપ દરરોજ પ્રવાસ કરતા હજારો મુસાફરો માટે એક આશીર્વાદરૂપ લેન્ડમાર્ક બનશે. અંધેરી ક.વી.ઓ. સેવા સમાજ કોઈપણ જાતના ભેદભાવ વગર સાચા અર્થમાં માનવતાની સેવા કરી રહ્યો છે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd