આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના અંતિમ નોરતે ભુજની સૌથી
લોકપ્રિય એવી વોકળા ફળિયાની ગરબીમાં ખેલૈયાઓ મન ભરીને દાંડિયા રમ્યા હતા. નવરાત્રિના
અર્વાચીન આયોજનોની ઝાકઝમાળ વચ્ચે પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખતી વોકળા ફળિયાની ગરબીમાં
અંતિમ નોરતે સવારે 7 વાગ્યા સુધી
દાંડિયારાસની રમઝટ જામી હતી. કચ્છી ઢોલ-નોબત, ઢોલ અને કી-બોર્ડના સૂરે યોજાતી ગરબીમાં ખેલૈયાઓની ભીડ એટલી વધી ગઈ કે અનમ
રિંગ રોડ સુધી ગરબા રસિકો જોશભેર દાંડિયા રમતા જોવા મળ્યા હતા.