નખત્રાણા, તા. 21 : અહીંના શહેરી વિસ્તારોથી અંતરિયાળ
ગ્રામ્ય વિસ્તારોને જોડવા કેન્દ્ર અને રાજ્ય સરકારના અભિગમ અંતર્ગત નખત્રાણા તાલુકાના
મંગવાણા ગામની હાઇસ્કૂલથી નર્મદા સમ્પ સુધીનો માર્ગ રૂા. 84 લાખના ખર્ચે તથા વિગોડી ગામ
હાઇવે ફાટકથી તેજારા વાંકોલ માતાજી મંદિર સુધીનો માર્ગ રૂા. 75 લાખના ખર્ચે, આ બંને માર્ગનું ખાતમુહૂર્ત કરાયું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે, જિલ્લા / તાલુકા
પંચાયતના હોદ્દેદારો, કાર્યકરો, સરપંચોની
ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડે સ્વાગત
પ્રવચન કરતાં આવકાર સાથે ઉપસ્થિત આગેવાનોનું સન્માન કર્યું હતું. સાંસદે જણાવ્યું હતું
કે, રાજ્ય માટે મંજૂર કરેલ 37 માધ્યમિક શાળા પૈકી 27 શાળા અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં
મંજૂર થઇ છે. ઘડુલીથી સાંતલપુર માર્ગનું નિર્માણ,
નર્મદાનાં પાણી પહોંચાડવા, સરકારી હોસ્પિટલ,
પશુદવાખાના વિ. પ્રદેશની જનતાની સુખાકારી વૃદ્ધિ પામી છે તેવું ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, ગ્રામ્ય
વિસ્તારના સરપંચોએ મંજૂર થયેલા વિકાસનાં કામો ઝડપથી પૂરા કરવાં જોઇએ. પૂર્વ તા.પં.
પ્રમુખ જયસુખભાઇ પટેલે વિકાસકામોની વણઝારના ઉદાહરણ આપ્યાં હતાં. તા. ભાજપના પ્રમુખ
ધર્મેશભાઇ, ખેંગારભાઇ રબારીએ ધારાસભ્ય જાડેજાના પ્રયત્નોને આભારી
ગણાવ્યા હતા. નખત્રાણા પાલિકાના પ્રમુખ વસંતભાઇ વાઘેલાએ ભુજથી નખત્રાણાથી ના. સરોવર
સુધીના માર્ગને રૂા. 1950 કરોડની રકમ
રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતાં વિકાસને વેગ મળશે તેવું જણાવ્યું હતું. તા.પં.
પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, રણજિતસિંહ
સોઢા, ચેતનભાઇ ઠક્કર, મોહનભાઇ ચાવડા,
બેચરભાઇ રૂડાણી, જેસંગભાઇ, જશોદાબેન, મનીષભાઇ (તા.પં. સદસ્ય), પૂજાબેન વાઘેલા, રવિભાઇ ગરવા, જયાબેન,
બાબુભાઇ ચોપડા ઉપસ્થિત રહ્યા હતા. શાત્રોક્તવિધિ રસિક મહારાજે કરાવી
હતી. આભારવિધિ ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, ભરતભાઇ વાઘેલાએ કરી હતી.