• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

દિલ્હીમાં સ્વામિનારાયણ મંદિરનો 48મો પાટોત્સવ ઉમંગભેર ઊજવાયો

ભુજ, તા. 21 : સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામિનારાયણ મંદિર દિલ્હીનો 48મો પાટોત્સવ ઊજવાયો હતો. સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં  યોજાયેલા પાટોત્સવમાં આરતી, પૂજન, અન્નકૂટ, ભક્તિ સંગીત, સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, અબજીબાપાની વાતોની પારાયણ, મુક્તજીવન સ્વામીબાપાની વાતોની પારાયણ તથા વૈશ્વિક શાંતિ માટે મહાપૂજાનું પણ આયોજન કરાયું હતું. આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, સત્સંગથી મનુષ્યમાં વિવેક આવે છે, વિવેક મનુષ્યની શોભા છે અને તે શાંતિપ્રિય હોય છે. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં જણાવ્યું છે કે, મનુષ્યે શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જીવવું જોઈએ. આ પ્રસંગે ભગવતપ્રિયદાસજી સ્વામી, ધર્મનંદનદાસજી સ્વામી, દિવ્યવિભૂષણદાસજી સ્વામી, સચ્ચિદાનંદદાસજી સ્વામી, શરણાગતવત્સલદાસજી સ્વામી તથા સંતવૃંદ તેમજ મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd