• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાનો પ્રયાસ

ભુજ, તા. 8 : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હિતેશભાઈ ખંડોર દ્વારા આયોજિત વિશેષ કેમ્પ દરમિયાન તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કલર પ્રિન્ટ અને લેમિનેશન વાળા સિનિયર સિટીઝન કાર્ડ (વરિષ્ઠ નાગરિક કાર્ડ) તથા આયુષ્યમાન - ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.  મહામંત્રી ભીમજી જોધાણી, જિલ્લા ભાજપના મંત્રી પરેશ ભાનુશાળી તેમજ ભુજ શહેર ભાજપના પ્રમુખ મિત ઠક્કર, શહેરના મહામંત્રી જયદીપસિંહ જાડેજા તેમજ જીગર શાહ, જિલ્લા લઘુમતી મોરચા ના પ્રમુખ આકીબ બાયડ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ અને માધાપર વિસ્તારના તથા કાર્ડ યોજનાના લાભાર્થીઓ માટે એક વિશેષ કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ - હાજરી આપીને યોજનાના કાર્ડ મેળવ્યા હતા. શ્રી ખંડોરે જણાવ્યું હતું કે કરછ ના નાના માં નાના લોકો સુધી કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે. લાભ લેવા માંગતા લોકો માટે ભુજ મધ્યે સ્થિત  વિકસિત ભારત જન સેવાલય હોસ્પિટલ રોડ ખાતે તમામ યોજનાઓની કામગીરી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આયુષ્યમાન ભારત કાર્ડ (તથા 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ), સિનિયર સિટીઝન કાર્ડ  , ઈ - શ્રમ કાર્ડ , રેશન કાર્ડ ઈ - કેવાયસી, ખેડૂત ઈ - કેવાયસી અને ખેડૂત ફાર્મર રજિસ્ટર આઈડી ,વહાલી દીકરી યોજના, વિધવા સહાય યોજના, કુવરબાઈ મામેરું યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આધાર કાર્ડમાં એડ્રેસ સુધારો, 10 ટકા અનામત દાખલો જેવી  યોજનાઓ અપાય છે. લાભાર્થીઓએ આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આવક દાખલો, જાતિ દાખલો (લાગુ પડે તો) અને બેંક ચોપડીની 1 - 1 ઝેરોક્ષ તથા ઓરિજિનલ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. કેમ્પમાં પધારેલા તમામ લાભાર્થીઓએ આ વ્યવસ્થા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd