• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ઓનલાઈન ક્લિક્સ નહીં, અસલી મજા હાથ મિલાવવાની

મુંબઈ, તા. 25 : અહીંના નેહરુ સેન્ટર ખાતે 2થી 4 ઓક્ટોબર દરમિયાન વ્યાપાર ઉત્સવ - 2026નું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાપાર ઉત્સવ 2026નું આ આયોજન જૈન યૂથ ફોરમ અને કચ્છમિત્ર દ્વારા કરવામાં આવ્યું છે. વ્યાપાર ઉત્સવમાં 150થી  વધુ સ્ટોલ્સ કાર્યરત થવાના છે, ત્યારે ઓનલાઈન ક્લિક્સ નહીં, પણ અસલી હાથ મિલાવવાના અવસર સમાન આ વ્યાપાર ઉત્સવને માણવા માટે બહોળી સંખ્યામાં ઊમટી પડવા લોકોને આહ્વાન કરાયું છે. આજના ડિજિટલ યુગમાં આપણે ભલે ક્રીન અને ચેટ્સની દુનિયામાં કેદ થઈ ગયા હોઈએ, પણ ચાની ચૂસકી સાથે થતી સોદાબાજી અને રૂબરૂ ખરીદીનો આનંદ ઓનલાઈન કાર્ટ ક્યારેય નથી આપી શકતી. આ વાત માત્ર લાગણી નથી, પણ 99 ટકા માર્કેટર્સ અને ગ્રાહકોનું સત્ય છે. આ જ માનવીય હૂંફ અને સંબંધોને જીવંત રાખવા મુંબઈના નેહરુ સેન્ટર ખાતે 2થી 4 ઓક્ટોબર 2026 (સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધી) આયોજન કરાયું છે. વ્યાપાર માત્ર નફો કે ખોટનો હિસાબ નથી, તે દૃઢ સંકલ્પ અને પરિશ્રમથી રચાતી એક સરસ સફર છે. જ્યારે એક બિઝનેસમેન પોતાની નવી પ્રોડક્ટ અને વિઝન તમારી સામે ધરે છે અને તમે રૂબરૂ ચર્ચા કરીને તેને સ્વીકારો છો, ત્યારે જે ભરોસો બંધાય છે તે દુનિયાની કોઈ એપ કે ડિજિટલ માધ્યમ નથી આપી શકતા. આ માત્ર એક વેપારી મેળાવડો નથી, પણ આપણા સૌના અસલી વ્યાપારી સંબંધોનો મહોત્સવ છે. આ ઉત્સવના સાક્ષી બની અસલી વેપાર અને ખરીદીનો સાચો આનંદ માણવા સૌને અનુરોધ કરાયો છે. - વ્યાપાર ઉત્સવના આર્થિક ફાયદાઓ : `વ્યાપાર ઉત્સવ'નું મહત્ત્વ - આખી દુનિયામાં એક્ઝિબિશન માર્કેટ ખૂબ મોટું છે, જે વેપારીઓને વેશ્વિક સ્તરે વેપાર વધારવાની તક આપે છે. ભારતમાં આ ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે, જેથી વેપારીઓ પોતાનો ધંધો સરળતાથી વિસ્તારી શકે છે. રૂબરૂ મળવાથી ગ્રાહક અને વેપારી વચ્ચે લાંબાગાળાનો ભરોસો અને ગાઢ સંબંધ બંધાય છે. ફેરમાં આવતા મોટાભાગના લોકો સીધા ડીલ ફાઈનલ કરવાની સત્તા ધરાવતા હોય છે, જેથી વેપારીનો સમય બચે છે. મધ્યસ્થીઓ વગર સીધા ઉત્પાદક પાસેથી ખરીદી કરવાથી ગ્રાહકના નાણાંની મોટી બચત થાય છે. ગ્રાહકો વસ્તુને રૂબરૂ જોઈને, અડીને અને ગુણવત્તા ચકાસીને પૂરા સંતોષ સાથે ખરીદી કરી શકે છે. - વિશ્વસનીય આંકડા : 398 બિલિયન ડોલર,           40 ટકાનો વધારો, 80 ટકા પ્રોફેશનલ્સ, 81 ટકા એટેન્ડીઝ, 15 ટકાથી 30  ટકા બચત, 92 ટકા ગ્રાહકો - રિપોર્ટનું નામ : વૈશ્વિક આઉટપુટ, યુએફઆઈ ગ્લોબલ , બેરોમીટર રિપોર્ટ, ફ્રીમેન ટ્રેન્ડસ રિપોર્ટ, ટ્રેડ શો એક્ઝિક્યુટિવ રિપોર્ટ, D2C રિટેઈલ રિપોર્ટસ, રિટેઈલ કન્ઝ્યુમર બિહેવિયર સર્વે 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd