• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

શિણાયની ચાર સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત મળતા લોકો પરેશાન

ગાંધીધામ, તા. 7 : ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા શિણાય ગામ હેઠળની ચાર સોસાયટેમાં એક મહિનાથી પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે છતાં વહીવટી તંત્ર દ્વારા પગલાં ભરવામાં ન આવતા ટાઈફોડ ઝાડા ઉલટી જેવા પાણીજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ ઊભી થઈ છે. એક સોસાયટીના નાળા નીચે ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની લાઈનમાં મિશ્રિત થતાં આ સમસ્યા વધી છે. જેના પગલે ધ સ્ટેટ સોસાયટી તથા આકાર વિલા, રોયલ અને શિવમ સહિતની સોસાયટેમાં પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે. એક મહિનાથી આ ગંભીર સમસ્યા છે છતાં મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી. રોગચાળો ફેલાવવાનો ખતરો છે જ તેની સાથે સાથે અસહ્ય મોંઘવારી વચ્ચે લોકોને 800 રૂા. સુધીના ખાનગી પાણીના ટેન્કર મંગાવવા પડતા હોવાથી લોકો ઉપર આર્થિક બોઝ જ પણ વધ્યો છે. પાણી વિભાગના કહેવા મુજબ ડ્રેનેજ વિભાગ અહીંથી ગટરનું પાણી વેક્યુમ મારફતે ખાલી કરે છે. પાણી ખાલી થયા પછી પાણી વિભાગ દ્વારા લીકેજ શોધવામાં આવશે અને ત્યાર પછી કામગીરી કરવામાં આવશે પરંતુ એક મહિના કરતાં વધુ સમયથી આ સમસ્યા છે છતાં અધિકારીઓ અને કર્મચારીઓને લોકોના સ્વાસ્થ્યની કોઈ પીડા નથી તેના કારણે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે  મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તાકીદે આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તે જરૂરી છે. મેયર તથા કમિશનર અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ સંબંધિત વિભાગો પાસે કામગીરી કરાવવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી સમસ્યા છે ફેલાવવાનો ખતરો ઊભો થયો છે તેવામાં મહાનગરપાલિકાની વિશેષ જવાબદારી છે તેને નિભાવીને સમસ્યાનું સમાધાન લાવે તે જરૂરી છે.

Panchang

dd