મોટી વિરાણી (તા. નખત્રાણા) તા. 19 : તાલુકાના સંકલિત બાળ વિકાસ
યોજના કચેરી અંતર્ગત ઐયર ગામ ખાતે નવનિર્માણ પામેલી આંગણવાડીનું લોકાર્પણ કાર્યક્રમ
યોજાયો હતો. ગામના સરપંચ લક્ષ્મીબેન ભાવાણીના હસ્તે રિબિન કાપીને આંગણવાડીનું લોકાર્પણ
કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામીણ આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરીને ઉપસ્થિત
સરપંચ દ્વારા તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઈ જીએજાનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે
આંગણવાડી વર્કર રમીલાબેને સરપંચનું અભિવાદન કર્યું હતું. સલીમભાઈ જીએજાએ નવનિર્માણ
પામેલી આંગણવાડીના નાના ભૂલકાંઓના રમતગમતના સાધનો માટે યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસરપંચ હરિભાઈ આહીર, ગ્રામ પંચાયતના સદસ્યો સાવિત્રીબેન પોકાર,
રમજાનભાઈ રાયમા, કાદરભાઈ લુહાર, પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ પરમાર, સુરેશભાઈ,
આંગણવાડી વર્કર રમીલાબેન સોલંકી, મગનલાલ સાખલા,
બચુભાઈ રાઠોડ અને પરબતભાઈ આંઠુ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ રમીલાબેને
કરી હતી.