• રવિવાર, 01 માર્ચ, 2026

કારાઘોઘામાં સફાઇ અભિયાનનો આરંભ

મુંદરા, તા. 27 : તાલુકાના કારાઘોઘામાં સર્વ સેવા સંઘ અને ગામના એક જૈન પરિવારના દાનથી સફાઈ અભિયાન અને પક્ષીઓ માટે ચબુતરાના ભુમિપુજનનો કાર્યક્રમ યોજાયો હતો. અભિયાનની શરૂઆત દાતા અનશનવ્રતધારી તારાચંદભાઈ જગશીભાઈ છેડા પરિવાર હસ્તે. હંસાબેન તારાચંદભાઇ છેડા પરિવારના સભ્ય અને ક. વી. ઓ. જૈન મહાજન, ભુજ અને સર્વ સેવા સંઘ કચ્છના પ્રમુખ જીગર છેડાના હસ્તે કરાયું હતું. જયારે ચબુતરાનું ભૂમિપૂજન દાતા સ્વ. જયોત્સનાબા હરેન્દ્રાસિંહ જાડેજાની સ્મૃતિમાં હસ્તે કનુભા આમરજી સમા પરિવાર દ્વારા કરાયું હતું. કારાઘોઘાના જૈન પરિવારનાં સહયોગથી ગામમાં ઝેરી બાવળ, પાણીના નાળા સફાઈ, ક્રિકેટ ગ્રાઉન્ડ સફાઈ અભિયાન તથા પક્ષીઓ માટે ચબૂતરાનું ભૂમિપૂજન સાથે સાથે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનાં પ્રથમ ચરણનો આરંભ અને શાળા ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરાઇ હતી. સમારોહના પ્રમુખસ્થાનેથી જીગરભાઈ છેડાએ સન્માન સ્વીકાર્યા બાદ કારાઘોઘાથી વહેતી ફોટ નદીની ટપ્પરથી કારાઘોઘા ડેમ સુધી સફાઈ કરવાનું તથા નદી નિર્મળ વહે એ માટે ઉચ્ચ સ્તરેથી કામગીરીની ખાતરી આપી હતી, સાથે કારાઘોઘા બોચામાં સોલાર યોજના માટે સહકારની ખાતરી આપી હતી. ચબૂતરાનાં દાતા પરિવાર વતીથી હેમુભા બાપુભા તથા ધિરૂભા સોઢાએ સન્માન સ્વીકાર્યું હતું. આ પ્રસંગે મુન્દ્રા તા. પં. કારોબારી ચેરમેન યુવરાજાસિંહ જાડેજાએ ગામના વિકાસ કાર્યો માટે તત્પરતા દાખવી હતી. એપીએમસીનાં ચંદ્રકાંત ગોરડિયા, વિનોદાસિંહ જાડેજા ટપ્પર, મનજીભાઈ, આજમાંલો ગ્રીન એનર્જીનાં ઇન્દ્રજીતાસિંહ જાડેજા, યુવરાજાસિંહ વાઘેલા બાબિયાનું સન્માન કરાયું હતું.  આયોજનને સફળ બનાવવા સરપંચ મુકેશ શેઠિયા, ગ્રા. પં. સદસ્ય  હેમુભા બાપુભા, સાકિર ખલીફા, સીઝાન ખલીફા, તખુભા રાવુભા, ધનજી પટેલ, હિરાભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી. આ અવસરે ગેલડા અગ્રણી નવીન સૈયા, રણજીતાસિંહ તથા બોચાનાં સુરાભાઈ રબારી, અરજણ રોશિયાં, શામજી મહેશ્વરી, અરજણ ખેતશી, રવુભા જાડેજા, મોહસીન નારેજા, સલીમ ખલીફારાણાભાઈ જોગી, ઉમેદનાથ ગુંસાઈ, નારાણજી ચુડાસમા, મહેન્દ્રાસિંહ રાઠોડ, ચંદ્રાસિંહ મેર, ભોગીલાલ શેઠિયા, પ્રદીપ સાવલા, સાલેમામદ ખલીફા, સલીમ અભુભખર, કરમણ મહેશ્વરી, ભીમજી રોશિયા, અયાઝ ખલીફા, હકિલ ખલીફા, વાલજી હીરા મહેશ્વરી, લતીફ ખલીફા, પ્રેમસંગજી રાઠોડચંદુભા સિંધલ, જોગી સમાજનાં યુવાનો તથા અમૃતબેન રોશિયા, બાંયાબાઈ ખલીફા, રોજમીન ખલીફા, લલિતાબા મેર વિ. ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા, સ્વાગત અજયાસિંહ રણજીતાસિંહ રાજપુતએ કર્યું હતું. સંચાલન જયંતિભાઈ શેઠિયાએ અને આભારવિધિ ધિરૂભા સોઢાએ કરી હતી.  

Panchang

dd