• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

વિકાસકામો માટે નાણાંની કોઇ કમી નથી

ભુજ, તા. 30 : આ તાલુકાના ચપરેડી, અટલનગર ખાતે વિવિધ વિકાસકામો લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના હસ્તે કરાયું હતું. ગામના યુવા અશોકભાઇ ગાગલ દ્વારા મહેમાનોનું સ્વાગત પ્રવચન કરાયું હતું. સરપંચ હીરાબેન ગાગલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના રૂમો તેમજ પાણી યોજના, સિંચાઇના બોર રિચાર્જ તેમજ બી.કે.ટી. દ્વારા કરવામાં આવેલા કામોના લોકાર્પણ પ્રસંગે ઉદબોધન કરતા રાજ્યમંત્રી શ્રી છાંગા દ્વારા વિકાસકામો માટે ગુજરાત સરકાર પાસે રૂપિયાની કોઇ કમી નથી. રસ્તા-ગટર-પાણી-માળખાકીય સુવિધાઓની ક્યાંય કમી નહીં રહે. પાણી બચાવવા ખાસ ભલામણ કરતા ખેતી આધારિત ગામ હોવાથી બોર રિચાર્જ કરવા પર વિશેષ ભાર મૂકવા આહવાન કર્યું હતું. ભાજપ સરકારમાં ખૂબ કામો થયા છે અને હજી પણ કામો કરવામાં આવશે તેવી ખાતરી સાથે શિક્ષણ પર ભાર મૂક્યો હતો. ગામના અગ્રણી ધનજીભાઇ ગાગલ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઇ ચાડ દ્વારા ગટર-પાણી-સી.સી. રોડ જિલ્લા આયોજન ગ્રાન્ટો ફાળવી છે અને હજી જરૂર પડયે વિકાસના કામો માટે તત્પરતા બતાવી હતી. ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી દ્વારા તાલુકામાં આવતી વિકાસની ગ્રાન્ટ ગામના વિકાસ માટે હંમેશાં મળતી રહે છે. આ પ્રસંગે ઉપસ્થિત હરિ હીરા જાટિયા, ભુજ તા. ભાજપ પ્રમુખ ભીમજી જોધાણી, મહામંત્રી અશોક બરાડિયા, ભુજ તા. ન્યાય સ. ચેરમેન લખમણ મેરિયા, સતીષભાઇ છાંગા, કરમણભાઇ ગાગલ, જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર, બી.કે.ટી.ના અધિકારીઓ, સિંચાઇ વિભાગના કર્મચારી, પાણી પુરવઠાના કર્મચારી, આજુબાજુના તમામ ગામના સરપંચો તેમજ સામાજિક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. લખમણ ગાગલ, શામજી વાણિયા, વાલજી કેરાસિયા, રણછોડ કેરાસિયા, શાળાના મુખ્ય શિક્ષક મુકેશ ચંદેએ સહયોગ આપ્યો હતો. સંચાલન હરિ ગાગલ દ્વારા કરાયું હતું. આભારવિધિ ઉપસરપંચ ભીમજી કેરાસિયા દ્વારા કરાઈ હતી. 

Panchang

dd