• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

સાંઘીપુરમ્માં `શાંતિ શરણમ્' પાર્કનુ ઉદ્ઘાટન

મુંદરા, તા. 30 : અદાણી સિમેન્ટ (સાંઘીપુરમ્ યુનિટ) દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ગુરુવારે અબડાસા તા.ના સાંઘીપુરમ્ ખાતે `શાંતિ શરણમ્' નામના બાયોડાયવર્સિટી પાર્કનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે પૂ. ખીમશ્રી માતાજી, પૂ. ધનબાઈ માતાજી (ભગવતી કૃપા, મોટા રતડિયા), પૂ. જનકદાસ બાપુ (મહંત રામમંદિર, રામવાડા), શાત્રી કશ્યપભાઈ જોશી (મોટા ભાડિયા)ની ઉપસ્થિતિમાં અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં અદાણી સિમેન્ટના સંજય વશિષ્ઠ સહિત અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. અદાણી પોર્ટ્સના એક્ઝિ. ડાયરેક્ટર શ્રી શાહે જણાવ્યું કે, આ પાર્કનો ઉદ્દેશ સ્થાનિક ઈકોસિસ્ટમનું સંરક્ષણ કરવું, વન્યજીવો તથા પક્ષીઓ માટે કુદરતી આવાસનું નિર્માણ કરવું અને પ્રદૂષણમુક્ત લીલું વાતાવરણ ઊભું કરવાનો છે. આગામી સમયમાં આ પાર્કમાં હજુ વધુ આકર્ષણો અને સુવિધાઓ વિકસાવવામાં આવશે. શાત્રી કશ્યપ જોશીની પ્રેરણાથી આ દેશી ગૌશાળા તથા `શાંતિ શરણમ્' જૈવવિવિધતા (બાયોડાયવર્સિટી) પાર્કની શરૂઆત થઈ રહી છે. આ ગૌશાળામાં 11 દેશી નસલની ગાયોની સેવા અને પાર્કમાં કુદરતી જીવસૃષ્ટિનું સંરક્ષણ થઈ રહ્યું છે. વૃક્ષોનું વાવેતર અને લીલો વિસ્તાર કાર્બન ડાયોક્સાઈડને શોષીને હવાને શુદ્ધ કરશે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદ કરશે. કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે. વર્મી કમ્પોસ્ટ, બાયોગેસ પ્લાન્ટ, સોલાર લાઈટિંગ અને સુવેજ ટ્રીટેડ વોટરનો ઉપયોગ જેવા આગામી પ્રોજેક્ટ્સથી પર્યાવરણને વધુ મજબૂત બનાવશે. ઉપરાંત વોકિંગ ટ્રેક, ગઝેબો, પાર્ક અને સ્પોર્ટ્સની સુવિધાઓથી લોકોને ખુલ્લી હવામાં વ્યાયામ અને આરામ મળશે, જે શારીરિક અને માનસિક આરોગ્ય સુધારશે.  

Panchang

dd