ગાંધીધામ, તા. 27 : દેશના પ્રથમ હરોળના કંડલા મહાબંદર દ્વારા આયોજીત 77માં
ગણતંત્ર દિવસની ઉજવણી દરમ્યાન રાષ્ટ્રીય
એકતાનો માહોલ સર્જાયો હતો. દેશના વિવિધ પ્રાંતના ટેબલોના પ્રદર્શન દરમ્યાન અનેરો માહોલ સર્જાયો હતો. ગોપાલપુરી સ્પોર્ટસ કોમ્પલેક્ષ
ખાતે આયોજીત સમારોહમાં ડી..પી.એ ચેરમેન સુશિકુમાર સિંઘના હસ્તે રાષ્ટ્રની એકતા,
અખંડીતતા,અને લોકશાહીની ભાવનાના પ્રતિક રાષ્ટ્ર
ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. ડીપીએ ચેરમેને
પ્રાસંગીક વકતવ્યમમાં સૌને પ્રજાસતાક પર્વની શુભકામના પાઠવી દેશને આઝાદીમાં યોગદાન
આપનારા દેશના જવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને
અંજલિ આપી હતી. તેમણે વકતવ્ય દરમ્યાન પોર્ટના ભાવિ વિકાસ અંગે ખ્યાલ આપ્યો હતો. આ વેળાએ ટેબ્લો પરેડનું પણ આયોજન કરાયું હતું. જેમાં ભારતના
રાજયોની જીવંત સંસ્કૃતિનું પ્રદર્શન કરાયું
હતું. રાષ્ટ્રીય થિમ ઉપર આધારીત આ પરેડ દરમ્યાન ગુજરાતના ટેબ્લોમાં વિશ્વ ધરોહર ધોળાવીરા, આંધ્ર
પ્રદેશની ઝાંખીમાં ભગવાન તિરૂપતિ બાલાજીનું મુકુટ, કેરલની પારંપારીક બોટ, મહારાષ્ટ્રનુ પંઢરપુર સ્થિત વીઢોબા મંદીર,પંજાબમાં જાપાની
સ્ટીમર કોમાગતા મારૂ, રાજસ્થાન-ખાટુશ્યામ મંદીર, તામીલનાડુ દ્વારા પ્રાચીન રમત જલ્લીકટ્ટુ, ઉત્તરપ્રદેશ દ્વારા કાશી વિશ્વનાથ
મંદીર, પશ્ચિમ બંગાલ દ્વારા દક્ષિણેશ્વર મંદીર, ઓપરેશન સિંદુર, ઉપરાંત વકસીત ભારતની ઝાંખીઓમાં વંદે માતરમ, વિકસીત ભારત
-2047, ગ્રીન હાઈડ્રોજન, શિપ બીલ્ડીંગ યાર્ડ, નવું સંસદ ભ,વન, રોડ ટુ હેવનને
પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. વિવિધ ઝાંખીઓ સાંજ સુધી ગાંધીધામ વાસીઓએ નિહાળી હતી. આ વેળાઓ પોર્ટના ઉપાધ્યક્ષમ નિલાભ્રદાસ ગુપ્તા, સી.ઈ.ઓ જે.કે. રાઠોડ,ગાંધીધામ મહાનગરપાલિકાના
કમીશનર મનિષ ગુરવાણી અને પોર્ટના વિવિધ વિભાગીય
વડાઓ ઉપસ્થિત રહ્યા હતાં.