ભુજ, તા. 25 : કચ્છમાં સુસવાટા મારતા પવનની
પાંખે ડંખીલા ઠારે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરતાં સરહદી જિલ્લાનૃં જનજીવન ઠારના મારથી
થરથરી રહ્યું છે. લઘુતમ પારો ઊંચકાવા છતાં પવનની પાંખે યથાવત્ રહેલા ઠારે લોકોને ગરમ
વત્રોમાં સજ્જ રહેવા મજબૂર કર્યા હતા. જિલ્લામાં સરેરાશ 15થી 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે વાદળો પણ જોવા મળતાં વાતાવરણમાં
ધૂંધળાશ જોવા મળી હતી. જિલ્લા મથક ભુજમાં કચ્છમાં સર્વાધિક ઠંડી અનુભવાઈ હતી. અહીં
10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
હતું. નલિયામાં પાંચ ડિગ્રીના વધારા સાથે પારો ઊંચકાઈ 10.4, તો અંજાર-ગાંધીધામમાં બે ડિગ્રીના
વધારા સાથે 10.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. ભુજમાં
22.8, નલિયામાં 24.4, કંડલા પોર્ટમાં 25.4 અને અંજાર-ગાંધીધામમાં 23.5 ડિગ્રી મહત્તમ તાપમાને દિવસે
પણ ટાઢોડું અનુભવાયું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં લઘુતમ તાપમાન ત્રણથી પાંચ
ડિગ્રી ગગડયા સાથે ઠંડીની તીવ્રતા વધે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી વાદળો છવાઈ શકે છે, પણ માવઠાંની હાલતુરંત કોઈ શક્યતા
ન હોવાનું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે.