અંજાર, તા. 26 : શહેરના ના મહેશ્વરીવાસમાં માતંગ
ડેલી ખાતે પૌરાણીક ચોપડાઓનું પુજન કરવામાં આવ્યું હતું. કોઈ સમયે એનું સ્વરૂપ ડેલી
જેવું જ હતું. છતાં આજે પણ માતંગડેલી કહેવાય છે. એમાં છેલ્લે સ્વ. શ્રી હરસીભાઈ ખીમાભાઈ
માતંગ, માતંગ ધનજીભાઈ ગોપાલભાઈનો પરિવાર રહેતો હતો,
હાલ ડેલી માં માતંગ પરિવાર જ રહે છે. ડલીના અંદરના ઓરડામાં ગણેશ મંદીરમાં જૂના સમયના
પુસ્તકો (ચોપડા) છે. એ ચોપડા છે. જેમાં મહેશપંથને લગતું સાહિત્ય છે.આ ચોપડામાં રહેલું
લખાણ લિપી જૂની ગુજરાતી અને જે ગુરુમુખી લિપિને મળતી આવતી હોવાનું અને આ સાહિત્ય 150 થી 200 વર્ષ જૂનું હોવાનું
માવજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું. દર વર્ષ ની જેમ આ વખતે પણ દિવાળી ના અવસરે ધર્મગુરુ ખીમજીભાઈ ધનજીભાઈ માતંગ અને તેઓ ના પરિવાર તરફ થી કરાયું હતું.
આ અવસરે પૂજા વિધિ વખતે અંજાર મહેશ્વરી
સમાજ ના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ પૂજન વિધિ માં જોડાયા હતા, ધણી માતંગ દેવ સ્થાપિત બારમતી પંથ અને મહેશ
સંપ્રદાય વિશે વધુ જાણકારી મેળવી શકાય તે માટે જુની ગુજરાતી કે ગુરૂમુખીઓના જાણકાર હોય તો સંપર્ક
કરવા અનુરોધ કરાયો છે.