ભુજ, તા. 16 : ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ
ફેડરેશન ભુજ દ્વારા તુર્કી અને અજરબૈજાન દેશ સાથે વેપાર અને પ્રવાસનનો સંપૂર્ણ બહિષ્કાર
કરવા નિર્ણય લેવાયો હતો. ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજના પ્રમુખ અનિલભાઈ
ગોરે જણાવ્યું હતું કે, પહેલગામની
ઘટના બાદ પાકિસ્તાનમાં ભારતીય સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું અને ત્યારબાદ
પાકિસ્તાને જે ડ્રોન અને મિસાઈલથી દેશ ઉપર કચ્છથી કાશ્મીર સુધી નુકસાન પહોંચાડવાનો
મનસુબો દાખવ્યો હતો, તે હુમલામાં વપરાયેલા ડ્રોન અને મિસાઈલ તુર્કી,
ચીન અને અજરબૈજાન તરફથી અપાયા હતા, ભારતમાંથી છેલા
દશ વર્ષમાં મોટા પ્રમાણ લોકો તુર્કી અને અજરબૈજાનનાં ઈસ્તબુલ અને બાકુ જેવા શહેરોમાં
ફરવા અને વાડિંગ માટે જતા હોય છે, તે દેશમાંથી દર વર્ષે 1400 કરોડનાં સફરજન આયાત થાય છે, તુર્કીનો મારબલ 5000 કરોડનો આયાત થાય છે, પ્રવાસન અને વેપારથી આ બને દેશોની અર્થ વ્યવસ્થામાં
મોટા પ્રમાણમાં ફાયદો થાય છે, આજ પૈસાથી દુશ્મન દેશ પાકિસ્તાનને હથિયારો આપે તે કદાપી ચલાવી લેવાય નહીં તેથી
તેનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ. આજની બેઠકમાં
તુર્કી અને અજરબૈજાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ચીન સાથે
ટી ટી કરેલ હોવાથી વસ્તુ ખરીદવા માટેનો નવો વિકલ્પ શોધવા નિર્ણય લેવાયો હતો,
આજની બેઠકમાં હાજર રહેલા દરેક સદસ્યો આ નિર્ણયમાં સહમતિ આપી હતી મારબલ
અસોસિયેશનના પ્રમુખ વિજય માંડલિયાએ તુર્કીનો મારબલ નહીં મગાવવા, ફ્રુટ અસોસિયેશનના આગેવાન અરાવિંદભાઈ અજાણીએ કચ્છમાં ફ્રુટ નહીં મંગાવવા તેમજ
દરેક કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર્સને માલના વેચાણનો ટાર્ગેટ આપી વિદેશોમાં ટુરમાં લઇ જતી
હોય છે તો હવેથી કચ્છનાં ડિસ્ટ્રીબ્યુટર્સની કોઈપણ ટુર તુર્કી કે અજરબૈજાન ન કરવા પત્ર
લખશે તેવું સિમેન્ટ અસોસીયેશના પ્રમુખ જમનાદાસ વેલજીએ જણાવ્યું હતું. આજની બેઠકમાં
પેઈન્ટ અસોસિયેશનના પ્રમુખ નીલેશ સંપટે અસોસિયેશન દ્વારા ફેમિલી ટૂરો તુર્કી કે અજરબૈજાન
ન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જગદીશભાઈ ઝવેરી, અરાવિંદ ઠક્કર,
ભાવેશભાઈ ઠક્કર, વિમલભાઈ શાહ, મિતેશભાઇ ઠક્કર, મયુરભાઈ શાહ, ભાવિનભાઈ
તન્ના, જાવેદભાઈ ખોજા, બાલકૃષ્ણઠક્કર,
જગદીશભાઈ ઠક્કર, હિતેશભાઈ મોરબિયા વિગેરે હોદેદારો
હાજર રહ્યા હતા.