• ગુરુવાર, 01 મે, 2025

અંજારમાં રામનવમી નિમિત્તે ગુજરાતની બીજા નંબરની રથયાત્રા માટે તૈયારીનો ધમધમાટ

અંજાર, તા. 27 : રામ-ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિત્તે ગુજરાતની બીજા નંબરની  રથયાત્રાનો 41મો  કાર્યક્રમ યોજાશે. આ ઉજવણી અંતર્ગત વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી. આગામી તા. 6-4ના આયોજિત રથયાત્રાના ભાગરૂપે  તૈયારીઓનો ધમધમાટ  ચાલી રહ્યો છે. રથયાત્રાના સુચારુ રીતે યોજાય તે માટે શહેરના દસ ભાગ પાડવામાં આવ્યા છે. દસ ભાગોમાં ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ઘરે-ઘરે જઈ  સ્ટીકર અને પુસ્તિકા વિતરણ કરવામાં આવી હતી.  સાથોસાથ આસ્થાળુઓ દ્વારા આર્થિક સહકાર પણ આપવામાં આવે છે. આ તૈયારીના  ભાગરૂપે 19 હજાર પરિવારને મળીને  રથયાત્રામાં જોડાવા માટે  નિમત્રંણ આપવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે  સામાજિક સંસ્થા, સામાજના પ્રમુખો, વિવિધ સંગઠનોના પ્રમુખ સાથે બેઠક યોજવામાં આવી હતી. ભગવાન શ્રી રામનાં જીવન પર આધારિત, પંચ પરિવર્તન પર એક સ્થાન ખાતે રામકથા યોજાશે. ઉજવણીના ભાગરૂપે  સમાજ, સંસ્થા, એસોસીએશનનાં સૌજન્યથી  મોટાં મોટાં હોર્ડિંગ્સ લગાવવામાં  આવી રહ્યાં છે. શહેરના દરેક સર્કલને રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. વિવિધ સ્થળે ધ્વજ અને ઝંડીઓ લગાવવામાં આવશે. પાંચેય નાકામાં પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે.  ફલોટ્સ માટેનાં ફોર્મ તુલસી ભવન  ટાઉનહોલ ખાતેથી મળશે. રામમંદિરની થીમ પર ભગવાન શ્રી રામના વાઘા તૈયાર કરવામાં આવ્યા હોવાની વિગતો આપવામાં આવી હતી. અંજાર ખાતે  અલગ-અલગ છ મંદિરમાં મહાઆરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ભગીરથ કાર્યમાં 600 જેટલા કાર્યકરો કાર્ય કરી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd