ભુજ, તા. 15 : તાલુકાના મદનપુર ગામે શિવપારસ
રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ નગર, વિશાલનગર
વિસ્તારમાં 15 વર્ષથી ગટર
લાઈન ઠેર-ઠેર બ્લોક થતાં સમસ્યા વિકટ બની છે, ત્યારે ગટરની સમસ્યાના કારણે આ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં આરોગ્ય
પર ખતરો મંડાઈ રહ્યો છે. કાયમ ગટરનાં પાણી ભરાયેલાં રહેતાં હોવાથી ગંદકીએ માજા મૂકી
છે. વેળાસર આ સમસ્યામાંથી છુટકારો મળે તેવી રજૂઆત સંબંધિતોને કરાઈ હતી. જો વેળાસર કોઈ
ઉકેલ નહીં આવે તો બાળકોને શાળાના બદલે જિલ્લા કે તા. પંચાયતના પ્રાંગણમાં અભ્યાસ કરાવવાની
ફરજ પડશે, તેવી ચીમકી અપાઈ હતી.