વોશિંગ્ટન, તા. 7 : અમેરિકાનાં મિયામી એરપોર્ટ
પર એમેઝોનનું એક કાર્ગો વિમાન ઊતરાણ બાદ રન-વેથી બહાર નીકળી જઇને અનેક કારો સાથે ટકરાતાં
પાંચ લોકોનાં મોત થયાં હતાં. આ જીવલેણ દુર્ઘટનામાં વાહનો સાથે ટકરાયા બાદ આગ લાગી હતી.
પાંચ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણની
હાલત ગંભીર છે. વિમાન પ્યૂર્ટો રિકોના લુઇસમુનોજ એરપોર્ટથી ઉડાન ભરીને મિયામી પહોંચ્યું
ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. બચાવ રાહત અભિયાન છેડતાં ટીમે ફસાયેલા લોકોને બહાર કાઢવાની
કવાયત આદરી હતી.