નવી દિલ્હી, તા. 7 : રક્ષા મંત્રી
રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડીએસી (રક્ષા અધિગ્રહણ પરિષદ)ની બેઠકમાં સશત્ર દળો
સંબંધિત વિભિન્ન પ્રસ્તાવોને સૈદ્ધાંતિક પ્રશાસનિક મંજૂરી એટલે કે એક્સપ્ટેન્સ ઓફ નેસેસિટી
(એઓએન) આપવામાં આવી છે. આ પ્રસ્તાવોની અનુમાને પડતર 1.10 લાખ કરોડ રૂપિયા છે. આ નિર્ણય
ભારતીય રક્ષા દળોની યુદ્ધ ક્ષમતા વધારવા અને આત્મનિર્ભતાને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ
પગલું માનવામાં આવે છે. સૌથી ખાસ વાત એવી છે કે કુલ મંજૂરીઓમાંથી 98 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી
કરવામાં આવશે. જેનાથી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવું બળ મળશે. ભારતીય
સેના માટે ઘણી મહત્ત્વપૂર્ણ પ્રણાલીઓને મંજૂરી મળી છે. જેમાં કેમિકલ બાયોલોજિકલ રેડિયોલોજિકલ
એન્ડ ન્યુક્લિયર એટલે કે સીબીઆરએન રેકી વાહન સામેલ છે. આ વાહન રસાયણીક, જૈવિક, રેડિયોલોજિકલ અને
પરમાણુ એજન્ટોથી દુષિત ક્ષેત્રોની માહિતી મેળવવા, ઓળખ કરવા અને
દેખરેખ કરવામાં સક્ષમ હશે. આ ઉપરાંત એચએમવી પડકારપૂર્ણ વિસ્તારોમાં લોજિસ્ટિક સહાયતા
અને ગતિશિલતા વધારશે જ્યારે એમએમએલ (સેલ્ફ પ્રોપેલ્ડ મિકેનિકલ માઇન લેયર્સ) ઝડપી રીતે
અને પ્રભાવી સુરંગ બિછાવવાની ક્ષમતા પ્રદાન કરશે. એડવાન્સ લાઇટ હેલીકોપ્ટર (એએલએચ)
સેના અને વાયુસેના બન્ને માટે તમામ વિસ્તાર અને પરિચાલન સ્થિતિમાં જટિલ મિશનને અંજામ
આપશે. ટ્રોલ ટેન્ક અને સર્વત્ર બ્રિજ સિસ્ટમ વિભિન્ન વિસ્તારમાં યુદ્ધ સંરચનાઓને મિશ્ચિત
ક્રોસિંગ સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ તમામ પ્રણાલીઓ સરહદે ઝડપથી પ્રતિક્રિયા અને સારી
સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે તેમજ પહાડી, રણ અને મેદાની
ક્ષેત્રોમાં સેનાની તૈયારીઓને નવું સ્તર મળશે. ભારતીય નૌકાદળ માટે અરુધ્રા રડાર અને
મરીન ગેસ ટર્બાઇનના ડિઝાઇન, વિકાસ અને ખરીદીને મંજૂરી મળી છે.
અરુધ્રા રડાર વિભિન્ન નૌસૈનિક હવાઈ સ્ટેશનો ઉપર વર્તમાન એર રૂટ રડાર વિભિન્ન નૌસૈનિક
હવાઈ સ્ટેશને રહેલા વર્તમાન એર રૂટ સર્વેલાન્સ રડારની જગ્યાએ લાગશે. આ ઉપરાંત મરીન
ગેસ ટર્બાઇન યુદ્ધ જહાજો માટેની પ્રણાલી છે. જેનાથી સમુદ્રી ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા
વધશે. વાયુ સેના માટે યુદ્ધ વિમાનો, પરિવહન વિમાનો અને હેલીકોપ્ટર્સની
યુદ્ધ ક્ષમતા વધારવાના ઘણા પ્રસ્તાવ પસાર થયા છે. ગ્રાઉન્ડ બેસ્ડ મલ્ટી પર્પલ જામરને
મંજૂરી મળી છે, જે દુશ્મનના રડારો સામે પ્રભાવી જામિંગ ક્ષમતા
પ્રદાન કરશે અને ઇલેક્ટ્રોનિક વોરફેરમાં બઢત મળશે. આ ઉપરાંત ડિફેન્સ ફોર્સ સિક્યોર
એક્સેસ કાર્ડ સિસ્ટમની જગ્યાએ ઇન્ટરઓપરેબલ રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન આધારીત
સ્માર્ટ કાર્ડ સિસ્ટમ લવાશે. જે સુરક્ષા વ્યવસ્થાને આધુનિક બનાવશે.