ગાંધીધામ, તા. 25 : રાપરના પલાસવામાં તું મારા
પર મેલીવિદ્યા કરે છે તેનું મનદુ:ખ રાખી એક શખ્સે પોતાના કાકાને માર મારતાં વૃદ્ધને
અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. પલાંસવામાં રહી મજૂરી કામ કરતા ફરિયાદી દેવજી વેરશી
વાલ્મીકિ (ઉ.વ. 60) ગત તા. 22/10ના સવારે પોતાના ઘરે આંગણામાં
બેઠા હતા ત્યારે તેમના ભાઈનો દીકરો પ્રવીણ બાબુ વાલ્મીકિ ત્યાં લાકડી લઈને આવ્યો હતો
અને તું મારા પર મેલીવિદ્યા કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને બાદમાં ઉશ્ઁકરાઈ જઈ
પોતાના કાકા ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. રાડારાડ થતાં આ શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો
હતો. ઘવાયેલા વૃદ્ધને પ્રથમ પલાંસવા, પછી રાધનપુર અને ત્યાંથી મોરબી લઈ જવાયા હતા. જ્યાં તેમના પગમાં અસ્થિભંગ સહિતની
ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. આડેસર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ
ધરી છે.