ગાંધીધામ, તા. 7 : ભચાઉમાં કાયદો અને વ્યવસ્થાની
સ્થિતિ સુદ્રઢ બનાવવા તથા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્ત્વો સામે દાખલારૂપ
શિસ્ત અને શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે પોલીસ,
વીજ વિભાગ દ્વારા સંયુક્ત મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભચાઉ પોલીસ
મથક વિસ્તારમાં શરીર સંબંધી, લૂંટ, હત્યા,
હત્યાની કોશિષ, રાયોટીંગ અને પોક્સો જેવા ગંભીર
ગુનાઓના આરોપીઓના નિવાસસ્થાનો, કબજા ભોગવટાના મકાનો પર તપાસ હાથ
ધરવામાં આવી હતી જેમાં આવા તત્ત્વોએ બિનઅધિકૃત રીતે વીજ જોડાણ મેળવ્યા હોવાનું બહાર
આવ્યું હતું. દરમ્યાન, ભચાઉના જુદા જુદા વિસ્તારોમાં રહેતા આવા
શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મેહુલ લાખા કોળી, ભાવેશ
ચતુર દેવીપૂજક, અજય ચતુર દેવીપૂજક, નાસીર
દાઉદ રાજા, અરવિંદ મગન બારોટ, સુરેશ અરવિંદ
બારોટ, દેવુબેન અરવિંદ બારોટ, અજય ઉર્ફે
અજીયો બાબુ બચુ મહેશ્વરી, હરિનારાયણ કોળી, રમજુ કરીમ ધોના, અનવર હુસેન અલીઅસગર, નાઝીર રમજાન ઉર્ફે ભૈલા ફકીર, અકરમ કરીમ ધોના,
વસીમ ઓસમાણ ધોના, ભચલશા ઉર્ફે ડાડા બાબુ અલીઅસગર
સૈયદ, ગફુર આમદ અલી કુંભાર, સલીમ ઇસ્માઇલ
ઇલિયાસ, મુસ્તાક ઉમર કુંભાર, રફીક અબ્દુલ
રાજાના બિનઅધિકૃત વીજ જોડાણો કાપી દેવાયા હતા. ભચાઉ પંથકમાં શાંતિ, સુરક્ષા અને કાયદાનું શાસન જળવાઇ રહે તે માટે ગુનાહિત માનસ ધરાવતા તત્ત્વો
સામે આવી કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.