• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

રામવાવમાં 2.10 લાખની ચાર ભેંસની તફડંચી

ગાંધીધામ, તા. 27 : રાપરની સીમમાં આવેલી વાડીમાં બાંધેલી રૂા. 2,10,000ની ચાર ભેંસની નિશાચરોએ ચોરી કરી હતી. રામવાવમાં રમેશ પચાણ ચાવડાની વાડીએ મૂળ રાણાવાડી-સમીના રાયધણજી બાવાજી ઠાકોર અને તેમનો પરિવાર રહે છે. ભાગે વાડી કરનાર આ પરિવાર પોતાની સાથે બે પાડી અને બે ભેંસ સાથે લાવ્યું હતું. ગત તા. 23/2ના રાત્રિના અરસામાં ચારેય ભેંસ બાંધેલી હતી, જ્યારે તા. 24/2ના સવારે ભેંસ દોટવા જતાં ચારેય ગુમ હતી. નિશાચરોએ રૂા. 2,10,000ની આ ચાર ભેંસની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd