• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

લાખોંદના યુવકનું વાડીએ પાણીમાં ડૂબવાથી કરુણ મોત

ભુજ, તા. 26 : તાલુકાના લાખોંદમાં રહેતા 24 વર્ષીય યુવક અંકેશ અરજણભાઈ ચાવડા પોતાની વાડીએ આજે પાણીમાં ડૂબી જતાં કરુણ મૃત્યુ થયું હતું. બીજી તરફ ગઈકાલે ભુજના 30 વર્ષીય યુવાન કિશોર રવિયાભાઈ ચાવડાએ જ્યારે ગાંધીધામના લુણંગનગરમાં વર્ષામેડીના 50 વર્ષીય આધેડ મહેશ્વરી નરશીભાઈ નારાણભાઈએ ગળેફાંસા ખાઈ પોતાના આયખાં ટૂંકાવ્યા હતાં. ભુજ તાલુકાના પદ્ધર બાજુના લાખોંદમાં રહેતો યુવક અંકેશ ચાવડા આજે પોતાની વાડીમાં પાણીમાં ડૂબી જતાં તેને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતાં બપોરે ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. યુવક અંકેશના આ રીતે આકસ્મિક મોતથી ગામ અને પરિવારમાં અરેરાટી અને ગમગીની વ્યાપી હતી. બનાવ અંગે હોસ્પિટલની પોલીસ ચોકીમાં અંકેશના પિતાએ વિગતો નોંધાવી હતી. બીજી તરફ ભુજના એરપોર્ટ રોડ પર આશાપુરા નગરમાં રહેતા 30 વર્ષના યુવાન કિશોરભાઈ ચાવડાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેનો કાકાઈ ભાઈ તેને સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલ લઈ આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. - એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી. : આ ઉપરાંત ગઈકાલે સાંજે ગાંધીધામના ભારતનગરના લુણંગનગરમાં વર્ષામેડીના અંબાજી-6ના નરશીભાઈ મહેશ્વરીએ કોઈ અગમ્ય કારણોસર લોખંડની આડીમાં કપડું બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. 

Panchang

dd