• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

ઝરપરા પાસે ગેરકાયદે રેતી (ખનિજ) ભરેલું ડમ્પર પોલીસે ઝડપ્યું

ભુજ, તા. 26 : મુંદરા તાલુકાના પ્રાસલા વાડી વિસ્તાર કાચા રોડ પર ઝરપરા નજીકથી ગેરકાયદે રેતી (ખનિજ) ભરેલાં ડમ્પરને એલસીબીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એલસીબીની ટીમ મુંદરા વિસ્તારમાં વાહન તલાશીમાં હતી ત્યારે પ્રાસલા વાડી વિસ્તારના કાચા રોડ પર ઝરપરા ગામ પાસે એક આઈવા ડમ્પર નં. જી.જે. 39 ટી 9505વાળાને ઊભું રખાવી તલાશી લેતાં તેમાં આશરે 29 ટન રેતી (ખનિજ) ભરેલી હતી. ચાલક પાસે આ અંગેના રોયલટી પાસ - પરમીટ ન હોવાથી ખાણ - ખનિજ ધારા 34 મુજબ વાહન જપ્ત કરી ખાણ - ખનિજ વિભાગને રિપોર્ટ કરી એલસીબીએ આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે. 

Panchang

dd