• શુક્રવાર, 13 જૂન, 2025

ભુજની પરિણીતાને માનસિક ત્રાસ આપી, દહેજની માગણી કર્યાની ફરિયાદ

ભુજ, તા. 10 : શહેરમાં પરિણીતા સાથે અવાર-નવાર મહેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપી મારકૂટ કરી અને દહેજની માગણી કર્યાની પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે ભુજના મહિલા પોલીસ મથકે સાનિયાબેન ઇરફાન મેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનાં લગ્ન આજથી ત્રણેક વર્ષ પૂર્વે તેમના સગા ફુવા યુનુસભાઇ આદમભાઇ મેમણના પુત્ર ઇમરાન (અનિશા પાર્ક, ભુજ) સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. ઇમરાનના આ બીજાં લગ્ન હતાં અને ફરિયાદીના પ્રથમ લગ્ન. લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં શરૂમાં ત્રણેક માસ ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ સાસુ મેમુનાબેન દ્વારા નાની-નાની બાબતોમાં મહેણા-ટોણા શરૂ થયા હતા અને નણંદ અક્સાબેન રેહાનભાઇ મેમણ (રહે. પાટવાડી ગેટ, અપનાનગર-2, ભુજ) પણ દર શનિ-રવિવારે અમારા ઘરે આવી મારી સાસુને મારા વિરુદ્ધ ચઢામણી કરી ત્રાસ આપતા હતા. આ બાબતે મારા માતા-પિતાને કહેતાં આશ્વાસન આપતા કે સમય રહેતાં બધું બરાબર થઇ જશે. લગ્ન બાદ અને 2023માં ફરિયાદીની ટેટ-ટાટની પરીક્ષા આવતાં તે અંગે પતિ ઇમરાનને કહેતાં પરીક્ષા આપવાની ના પાડી હતી. પતિ અવાર-નવાર કહેતો કે, દહેજમાં તું કંઇ નથી લાવી, હાલ મને પૈસાની જરૂર છે. તારા પિતા પાસેથી સાત લાખ લાવી આપ, નહીં તો તને શાંતિથી જીવવા નહીં દઉં. આથી પિતાએ  આર્થિક પરિસ્થિતિ મુજબ ત્રણ લાખ આપ્યા હતા. પતિ મને મોઢું બાંધી નીકળવાનું કહી ચારિત્ર્ય બાબતે જેમ-તેમ બોલતો. મારો પતિ સતત તેની માતાનો  જ પક્ષ લઇ મારું ન સાંભળી ઝઘડો કરતો અને સાસુ-પતિએ ઘરમાંથી બહાર કાઢી મૂકતાં પિતાને વાત કરતાં તે ઘરે લઇ ગયા હતા અને છેલ્લાં એક વર્ષથી પિતાના ઘરે રહું છું.આ બાદ ઘરસંસાર ન બગડે તે માટે સમાજ દ્વારા પરિવારે સમાધાનના પ્રયત્નો કર્યા હતા, પરંતુ ત્યાં પણ વડીલોની હાજરીમાં આક્ષેપો કરી બધાની વચ્ચે પતિ માર મારવા આવ્યો હતો. આમ પોલીસે દહેજ પ્રતિબંધ અધિનિયમ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધી તજવીજ આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd