• મંગળવાર, 20 મે, 2025

અવસાન નોંધ

ભુજ : ચાવડા મનોજભાઇ રમેશભાઇ (ઉ.વ. 45) તે ગં.સ્વ. હંસાબેન રમેશભાઇ (નિવૃત્ત એ.એસ.આઇ.)ના પુત્ર, મનીષાબેનના પતિ, સ્નેહાના પિતા, વસંતબેન બાબુભાઇ મોડ (મુંદરા)ના દોહિત્ર, મધુબેનના ભાણેજ, મુકેશભાઇ, કિરણ, સાગર, આરતી, ભવ્યતા, નીલમના મોટા ભાઇ, ભરતભાઇ, પ્રદીપભાઇ (નિવૃત્ત એ.એસ.આઇ.), સ્વ. મહેશભાઇ (પોલિટેકનિક), ઉર્મિલાબેનના ભત્રીજા, સ્વ. બચુભા સામજીભા પરમાર (રોહા-સુમરી)ના જમાઇ, અશોકભાઇ, આશાબેન (મુંદરા)ના બનેવી, ઇન્દ્રજિત, યશપાલ, હરપાલના મોટાબાપુ તા. 17-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું ઉઠમણું તા. 19-5-2025ના સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : પુષ્પાબેન (ઉ.વ. 80) તે ધનજી પ્રેમજી ભણસોલ (સલાટ)ના પત્ની, સ્વ. પાર્વતીબેન પ્રેમજી ભણસોલના પુત્રવધૂ, સ્વ. કસ્તૂરબેન નાનજી વાસાણીના પુત્રી, સ્વ. દિનેશ, સ્વ. ભાગીરથીબેન, શારદાબેનના બહેન, સ્વ. ચંદ્રિકાબેનના જેઠાણી, ભરત, નયના, સ્વ. હિતેષ, સ્વ. અશોક, રમીલા, પારૂલના માતા, નવીનચંદ્ર, ઘનશ્યામ, રમેશના સાસુ, દર્શક, કૌશલ, અક્ષયના દાદી, ખુશીના દાદીસાસુ, હાર્દિક, શ્યામ, ભાવિક, કાજલ, હેન્સી, દિવ્યેશ, દેવના નાની, કુંજલ, પૂજા, હેમલ, રિતિકના નાનીસાસુ તા. 17-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-5-2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 ગુર્જર ક્ષત્રિય કડિયા સલાટ સમાજવાડી, દાંડીવાળા હનુમાન મંદિરની બાજુમાં, સુરલભિટ્ટ રોડ ખાતે.

ભુજ : પઠાણ મરીયમબેન (બચુબાઈ) (ઉ.વ. 8પ) તે મ. પઠાણ અલીખાન હાસમખાનના પત્ની, હાજી ઉમરખાન, હાજી ઈબ્રાહિમખાન (એમઇએસ), મ. હાજી ઈસ્માઈલખાન, મ. હાજી અહેમદખાન (માજી નગરસેવક), હાજી કરીમખાન (જીઇબી)ના ભાભી, પઠાણ અસલમખાન (અસલુ) (ખાન પાન સેન્ટર)ના માતા, પઠાણ જહાંગીરખાન (ભુજ નગરપાલિકા), હાડા મોહમ્મદ રમઝાનના સાસુ તા. 17-5-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-5-2025ના મંગળવારે સવારે  9.30થી 10.30 સિદી સમાજવાડી, સેજવાલા માતામ, ભુજ ખાતે.

ભુજ : મેમણ ફરીદાબેન (ઉ.વ. 72) તે મ. સફિયાબાઇ અ.ગફુરના પુત્રી, મ. ઇબ્રાહિમભાઇ, મ. અનવરભાઇ (જી.ઇ.બી.), મ. ઓસમાણભાઇ, મ. અઝીઝાબેન, મ. કુલસુમબેન, ઇકબાલભાઇ (સિંચાઇ), મનસુરભાઇ (માર્કેટ યાર્ડ)ના બહેન તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5-2025ના મંગળવારે સવારે 9થી 10 કચ્છી મેમણ જમાતખાના, ભુજ ખાતે ભાઇઓ અને બહેનો માટે.

અંજાર : જયસુખભાઇ મનજીભાઇ કાતરિયા તે મણિબેન, સ્વ. મનજીભાઇ કાતરિયાના પુત્ર, ગુલાબભાઇ, લક્ષ્મીબેન, શંભુભાઇ, નવીનભાઇના ભાઇ, જયાબેન પ્રેમજીભાઇના ભત્રીજા, લીલાવંતીબેનના જેઠ તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-5-2025ના સોમવારે બપોરે 3.30થી 4.30 રાધાકૃષ્ણ સોરઠિયા સમાજવાડી ખાતે.

માંડવી : ગં.સ્વ. મંજુલાબેન રવિલાલ ગણાત્રા (ઉ.વ. 80) તે સ્વ. રવિલાલ મોહનલાલના પત્ની, હિમાંશુ, પરેશ, પ્રિયા રૂપીત ઠક્કર, દીપ્તિના માતા, રૂપીત ઠક્કર તથા અવની પરેશ ઠક્કરના સાસુ, ધનુષ્યના દાદી, સૃષ્ટિના નાની, મોહનલાલ વીરજીના પુત્રવધૂ, લાલજીભાઇ દાવડાના પુત્રી તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

કેરા (તા. ભુજ) : પ.ક.મ.ક.સ.સુ. દરજી દીપકભાઈ ચૌહાણ (ઉ.વ. 59) તે જમનાબેન જેરામભાઈ ચૌહાણના પુત્ર, લીનાબેનના પતિ, ચિરાગ, રિંકલ (મુંદરા)ના પિતા, સ્વ. વાલજીભાઈ (રાયણ), સ્વ. પુરષોત્તમભાઈ (નાગલપુર), પ્રાગજીભાઈ (માધાપર)ના ભત્રીજા, સ્વ. વિજયભાઈ, સ્વ. દેવચંદભાઈ (દેશલપર-વાં.), દિનેશભાઈ, સ્વ. ભાનુબેન (મુંબઈ), મધુબેન (જિયાપર), સ્વ. તરૂણાબેન (આસંબિયા)ના ભાઈ, ઝવેરબેન, દક્ષાબેનના દિયર, જયાબેનના જેઠ, બીનાબેન તથા શ્યામકુમાર (મુંદરા)ના સસરા, હરનીશ, કપિલ, લિતેશ, લતા, શીતલના કાકા, જયદીપ, શિવાનીના મોટાબાપા, માન્યાના દાદા, રુદ્રાક્ષના નાના, જેઠાલાલ રતનશી (રાયણ), સ્વ. કસ્તૂરબેન દામજી (કેરા)ના ભાણેજ, ચૌહાણ ચંદ્રકાંતભાઈ (બબાભાઈ) રામજીભાઈ (માંડવી)ના જમાઈ, રેખાબેન (નલિયા), મહેશભાઈ, દીપકભાઈ, રાહુલભાઈના બનેવી તા. 17-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-5-2025ના સોમવારે સાંજે 4થી 5 બાપા પટેલ સમાજવાડી (ગજોડ પાટિયા) ખાતે.

રાયણ મોટી (તા. માંડવી) : સામતભાઇ દનિચા (ઉ.વ. 75) તે સ્વ. નેણબાઇ ખેરાજ દનિચાના પુત્ર, સ્વ. શામળા, સ્વ. માલશીં, સ્વ. વીરજી, રાણબાઇ ગાભા ઠોટિયા, હીરબાઇ ધનજી સંજોટ, પુરબાઇ ચાંપશી બળિયાના ભાઇ, હીરબાઇના પતિ, કાંતિલાલ, ખીમજી, રવિ, શાન્તાના પિતા, બુધારામ, ગોવિંદ, ગાંગજી, પરબત, દાદુ, ખીમજી, શાંતિલાલ, દામજીના કાકા, મેરાઉના સ્વ. માયારામ ઉગા ખાખલા તથા સ્વ. શિવજીના ભાણેજ, હમીરભાઇ ખાખલા (ભુજ), ધનજી, સ્વ. દેવજી, આત્મારામ, સ્વ. ડાયાલાલ, રતનશી, દામજી, માલબાઇ કરશન શિરોખાના બનેવી, ધનસુખ, સ્વ. કેતન, ધવલ, અંકિત, સંદીપ, સુનીતા, શીતલ, અંકિતાના દાદા, ડાઇબાઇ, રમીલા, ભાણબાઇ, મેઘજીના સસરા તા. 18-5-2025ના અવસાન પામ્યા છે.

લક્ષ્મીપર (તરા-મંજલ) (તા. નખત્રાણા) : સમેજા શરીફાબાઇ મામદ (ઉ.વ. 75) તે આમદ, ઉમરના માતા, સુલેમાન મીઠુના ભાભી, સિધિક સુલેમાન, આદમ સુલેમાન, અલીમામદ જુસબના કાકી  તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન લક્ષ્મીપર (તરા-મંજલ) ખાતે.

નરેડી (તા. લખપત) : બુધુભા હમીરજી જાડેજા (ઉ.વ. 77) તે કાનજી જેમલજી જાડેજા, ખેતુભા લાધુભા જાડેજા, કાનજી નોગણજી જાડેજા, રામસંગજી વેરસલજી જાડેજાના પિતરાઇ ભાઇ, પ્રાગજી બુધુભા જાડેજા, લાખિયારજી બુધુભા જાડેજા, વાઘજી બુધુભા જાડેજા, હઠુભા બુધુભા જાડેજાના પિતા, કરશનજી પ્રાગજી જાડેજા, કુલદીપસિંહ લાખિયારજી જાડેજા, પ્રદીપસિંહ વાઘજી જાડેજા, પ્રવીણસિંહ હઠુભા જાડેજાના દાદા, સાંગાજી મહેશાજી સોઢા, ખાનજી રાણાજી સોઢા, મહેશાજી હઠેસિંહ સોઢા, પ્રેમસંગજી મહેશાજી સોઢાના સસરા, ખાનજી સેભાજી સોઢા, દીપસંગજી સેભાજી સોઢા, ભચાજી હમીરજી સોઢા, રામસંગજી હમીરજી સોઢાના બનેવી તા. 17-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 28-5-2025ના ઘડાઢોળ નિવાસસ્થાન નરેડી ખાતે.

નલિયા (તા. અબડાસા) : ચાકી ઇસ્માઇલ (ઉ.વ. 43) તે મ. જુમ્મા મુસાના પુત્ર, મ. અયુબ, મ. ફતેહમહંમદ, હાજી ઇબ્રાહિમ, અનવર, હાજી અબ્દુલઅઝીઝ, ઝુલ્ફીકારના ભાઇ, સલીમ, ગનીના કાકાઇ ભાઇ, સાહિલના પિતા, સિકંદર મામદ (આમારા)ના બનેવી તા. 17-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5-2025ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને અનંતનગર, નલિયા ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd