• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

લોજીસ્ટીક અને વેરહાઉસ સેકટરમાં ટેકનોલોજી, નવીનતા લાવવી આવશયક

ગાંધીધામ, તા. 25 : સુશાસન અને સંસ્થાઓ વચ્ચેનું  સંકલન  સ્થાયી વિકાસ માટે અતિ જરૂરી છે. ખાસ કરીને  લોજીસ્ટીક અને  વેરહ્રાઉસ સેકટરમાં ટેકનોલોજી અપનાવવાની અને નવીનતા  લાવવી એ આવશયકતા છે તેવું  કેન્દ્રીય રાજયમંત્રીએ ગાંધીધામ ખાત કેન્દ્રીય ભંડારણ નિગમ અને  રેલવે ખાતે ગોદામ સંગ્રહ સહીતની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું.  તેમણે લોજીસ્ટીક માળખાકીય  સુવિધાઓ મજબુત બનાવવાની નેમ વ્યકત કરી હતી. આ મુલાકાત દરમ્યાન   વેપાર સુવિધાઓને પ્રોત્સાહન આપવા  અને  લોજીસ્ટીક માળખાકીય સુવિધાઓને  સશકત બનાવવા માટે  સરકારની  પ્રતિબધ્ધતા વ્યકત કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી નિમુબેન ભાંભણીયાએ કંડલા સ્થિત કન્ટેનર ફ્રેટ સ્ટેશનની  સુવિધાઓ, કાર્ગો હેન્ડલીંગની પધ્ધતીઅને સમગ્ર કામગીરીની તૈયારીઓની સમિક્ષા કરી હતી.  સી ડબલ્યુ સીના અધિકારીઓએ   સી.એફેએસની કાર્યપધ્ધતી , વેપારી , હીતધારકો સાથે ઁસંકલન અને કાયક્ષમતા વધારવા  અને કાકર્ગો હેન્ડલીંગને વધુ સુગમ બનાવવા માટે લેવામાં આવેલા પગલા અંગે  વિસ્તૃતમાં  માહિતી આપી હતી. બાદમાં કેન્દ્રીય મંત્રીએ  ગાંધીધામ સ્થિત રેલવે વેરહાઉસ કોર્પોરેશનની મુલાકાત લીધી હતી. ટર્મીનલ   મેનેજર વિક્રમસિંહ ગૌરે  આર. ડબલ્યુ. સીની  કામગીરી, જેમાં રેલવે સંચાલન સાથે સંકળાયેલી લોડીંગ અનલોડીંગની કામગીરીરેક હેન્ડલીંગ પ્રક્રિયાઅને સંકીત લોજીસ્ટીક વ્યવસ્થા અંગે માહિતી આપી હતી. તેમણે રેલ આધારીત કાર્ગો હેન્ડલીંગ દ્વારા  સમય અને ખર્ચમાં થતી બચતઅને કાર્યક્ષમતા વધારવા  માટે અપનાવવામાં આવેલા વિવિધ પગલાઓ અંગેની માહિતી તેમેણ આપી હતી. કેન્દ્રીય મંત્રીએ  સ્થાનિક આયાતકારો, શ્રીમકોઅને ટ્રક ચાલકો સાથે સંવાદ સાંધી કામગીરીની પ્રક્રિય અને  જમીન સ્તરના પડકારો અંગે જાણકારી મેળવી હતી.  તેમણે  લોજીસ્ટીક  ક્ષેત્ર સાથે સંકળાયેલા  કર્મચારીઓના યોગદાનને બીરદાવ્યું હતું.  અને સપ્લાય ચેઈનની અવિરત કામગીરી અને  વેપાર વૃધ્ધીને સમથર્કન આપવા  બદલ તેમની ભુમિકાને  નોંધપાત્ર ગણાવી હતી.  આઈ વેર સપ્લાય ચેઈન સર્વિસ ને સી ડબલ્યુ સી દ્વારા  એસ.એ.એમ.ઓ તરીકે  નિમણું ક આપવામાં આવી છે.  કંપની દ્વારા નજીકના ભવિષ્યમાં આ અંગેની કામગીરી શરૂ કરાશે તેના થકી સી.ડબલ્યુ.સી સીએફએસ ખાતે ક્ષમતા મજબુત બનશે. આ વેળાએ આઈ વેર સપ્લાય ચેઈનના  કૃષ્ણ તનવર, ટવીન્કલ તનવર ,સી ડબલ્યુ.સીના નવુક્કરાસુ.જે.  ડીજીએમ રેલ એકઝીમ ધીરજ શર્માઈશાન કથજાલે, વિશાલ સિંહ, તેમજ સી. ડબલ્યુ. સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.  

Panchang

dd