ગાંધીધામ, તા. 25 : શહેરના અંદાજે 188 ચોરસ કી.મી. ના વધતા વ્યાપ અને વિસ્તરણને ધ્યાનમાં રાખી જળ સંચય
અને ટકાઉ શહેરી આયોજનને કેન્દ્રસ્થાને રાખીને ચેમ્બર ભવન ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટી, અંજાર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી, અને સેપ્ટ યુનિવર્સિટી, અમદાવાદના સેન્ટર
ફોર વોટર એન્ડ સેનિટેશન ટેકનિકલ માર્ગદર્શન અને
ગાંધીધામ ચેમ્બરના સહયોગથી આર્કિટેક્ટ્સ, ઈજનેરો,
બાંધકામ વ્યસાય સાથે સંકળાયેલા લોકો તેમજ શહેરના નાગરિકો સાથે કાર્યશાળાનું
આયોજન કરાયું હતું. આ વેળાએ જળ સંચયમાં જનભાગીદારી
હતી આવશ્યક હોવાનો ભાવ વ્યક્ત કરાયો હતો. - જળશક્તિ મંત્રાલય દ્વારા લક્ષ્યાંક અપાયા : ગાંધીધામ
મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર મનીષ ગુરવાણીએ સરકારના જળશક્તિ મંત્રાલય ધ્વારા દરેક
શહેરોને વોટર હોર્વેસ્ટીંગ માટે નિશ્ચિત લક્ષ્યો આપવામાં આવ્યાં છે. આ મહત્વપૂર્ણ અભિયાન
ફક્ત સરકાર નાહિં પરંતુ જન ભાગીદારી દ્વારા
શક્ય બનશે. જેમાં ખાનગી અને કોમર્શિયલ બાંધકામોમાં પાણી સંગ્રહ વ્યવસ્થા રાખવાનું
ફરજિયાત કરાયું છે. જેનું નિયમન સ્થાનિક પરવાનગી આપનાર ઓથોરીટી કરશે.દરેક નાગરિકોને
સહકાર આપવામા અનુરોધ કર્યો હતો. - મલબાના નિકાલ માટે માર્ગદર્શિકા : બાંધકામ અને મલબાના નિકાલ માટે મહાનગરપાલિકા ધ્વારા માર્ગદર્શિકા
બહાર પાડવામાં આવશે જેમાં સંબંધકર્તા નાગરિકોએ મલબાના નિકાલ માટે જાતે વ્યવસ્થા કરી
આ મલબો મનપાની નિશ્ચિત ડંપીંગ સાઇટ ઉપર પહોંચાડવાનો રહેશે અથવા મનપાને જાણ કરી મલબો
ઉપાડવાનો નિયત કરેલા ખર્ચ ચુક્વવાથી મનપા ધ્વારા માલબો નિકાલ કરવામાં આવશે. - ડસ્ટ મીટીગેશન માટે જોગવાઈઓ
: આ ઉપરાંત ડસ્ટ મીટીગેશન માટે ખાસ બાંધકામ
સ્થળ ઉપર જીપીસીબીની માર્ગદર્શિકા મુજબ ઁ સાઈટ બેરીકેટીંગ, ગ્રીન જાળી મુકાવવી ફરજીયાત રહેશે, અમલીકરણ ન કરનારા સામે મનપા ધ્વારા દંડાત્મક કાર્યવાહી કરાશે. જે-તે સાઈટ એન્જીનીયરની જવાબદારી
નિશ્ચિત ડરી લાયસન્સ રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. - મલબાના નિકાલ માટે પ્રોસેસીંગ
પ્લાન્ટ કાર્યરત થયો હતો : ચેમ્બરના
માનદ મંત્રી મહેશ તિર્થાણીએ ચેમ્બર દ્વારા જળ મેળાના આયોજનની વાત કરી હતી. તેમણે ભૂતકાળમાં જળ સંગ્રહના આ ભગીરથ કાર્યો માટે
સ્વ. નિર્મલા ગજવાણીના પ્રયાસોને યાદ કર્યા હતા.બાંધકામના મલબાના નિકાલ માટે ચેમ્બર
પ્રમુખ તેજા કાનગડના ડીપીએ સાથેના સંકલનથી પ્રોસેસીંગ પ્લાન્ટનો પ્રોજેક્ટ સાકાર થયો હોવાનું જણાવી આ તબક્કે તેઓએ કમીશ્નરને શહેરની જમીનને
સંપૂર્ણપણે રાજય સરકાર હસ્તક લેવા માટે પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. ઉપપ્રમુખ દિપક
પારેખે વોટર હાર્વસ્ટીંગ માટે અંડર ગ્રાઉન્ડ ટેન્કનું પ્રાવધાન રાખી જળ સંગ્રહ અભિયાનમાં
સહકાર આપવા નાગરિકોને અપીલ કરી હતી. કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશ્નર મેહુલ દેસાઈ, ટાઉન પ્લાનીંગ ઓફીસર નીરવ પટેલ, દિપ્તી તન્ના, ચેમ્બર કોષાધ્યક્ષ કૈલેશ ગોર, કારોબારી સમિતિના
સભ્ય હરીશ માહેશ્વરી, રાજુ ચંદનાની, કમલેશ
રામચંદાણી, તેજસ સેઠ, રામકરણ તિવારી,
લક્ષ્મણ આહિર, શરદ ઠક્કર, દામજી ભાનુશાળી, મુળજી ઠકકર, રાજીવ
ચાવલા, તથા રાજભા ગઢવી, માવજીભાઈ સોરઠીયા,
ઈજનેરો જોડાયા હતાં.- બીલ્ડીંગ પરમીશનમાં જળ સંચયની
જોગવાઈ ફરજીયાત : ગાંધીધામમાં
પીવાના પાણીની ગંભીર સમસ્યા છે સમુદ્ર નજીક હોવાથી ભૂગર્ભજળમાં ક્ષારનું પ્રમાણ વધુ
છે અને કચ્છ હાલમાં નર્મદાના પાણી ઉપર નિર્ભર છે. જો ઓછી વર્ષા થાય તો પાણીની ગંભીર
સમસ્યા આવી શકે તેમ છે તેમ કહીને સેપ્ટ યુનિવર્સિટીના
પ્રિયદર્શિની ચૌધરીએ શહેરની વસ્તી વધી રહી છે પ્રદૂષણ વધી રહ્યું છે પરંપરાગત સ્ત્રોત
કુવા તળાવ નાબૂદ થઈ રહ્યા છે ત્યારે જળસંચય માટે અનેક પડકાર ઊભા થયા છે બિલ્ડરો ઇજનેરો
અને ડેવલોપરોની ભૂમિકા મહત્વની છે. તેમ જણાવીને બિલ્ડીંગ પરમિશન પ્રક્રિયામાં પાણી
સંચય માળખાને ફરજિયાત જોગવાઈ આર ડબલ્યુ એચ સ્ટ્રક્ચર્સને અનિવાર્ય બનાવવાના નિયમો ટેકનિકલ
માપદંડો અને પાલન માટેની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અને સ્ટ્રોમ વોટર
મેનેજમેન્ટ તથા ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સ્ટ્રક્ચર જેવી વ્યવસ્થાઓ ની અનિવાર્યતા ઉપર
ભાર મૂક્યો હતો. - પાણીનો સદુપયોગ હવે
ફરજિયાત જવાબદારી : ગાંધીધામ મહાનગર ઉદ્યોગ અને વસાહતોના ઝડપી
વિકાસ સાથે આગળ વધી રહ્યું છે.તેમ કહી ને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના
પ્રમુખ તેજા કાનગડે પાણી સંસાધનોનું સંચય, સંવર્ધન અને પાણીનો સદુપયોગ હવે વૈકલ્પિક નહીં પરંતુ ફરજિયાત જવાબદારી છે.
નાગરિકોએ રહેઠાણ /કોમર્શિયલ બાંધકામ વખતે જ વોટર હાર્વેસ્ટિગની વ્યવસ્થા કરવી જોઈએ.
તેવો અનુરોધ કર્યો હતો.