જિ.પં.ની 38 બેઠકોનું રોટેશન જાહેર, બે બેઠકો રદ્, બેના નામ
બદલ્યા : નખત્રાણાના બદલે કોટડા (જ.),
જ્યારે મેઘપર (બો.)ની સીટ વરસામેડી થઇ - ભુજ, તા. 25 : કચ્છ જિલ્લા પંચાયતની અગાઉ 38 બેઠક જાહેર કરવામાં આવી છે ત્યારે આગામી ચૂંટણણીને ધ્યાનમાં
લઇ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રોટેશન જાહેર કરવામાં આવતાં આગામી દિવસોમાં કચ્છમાં ચુનાવી
માહોલ જામી શકે છે. કચ્છમાં કુલ્લ 40 બેઠક હતી તેમાંથી બે રદ કરવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકા
બનતાં ગળપાદર અને કિડાણા બેઠક રદ કરી દેવામાં આવી છે. સામે મેઘપર (બો.)ના બદલે વરસામેડી
નવી બેઠક જાહેર કરાઇ છે, તો નખત્રાણા
નગરપાલિકા થતાં હવે કોટડા (જ.) નવી જિ.પં. બેઠક મુકરર થઇ છે.આમ અગાઉ 40 બેઠકોના બદલે હવે 38 પર ચૂંટણી જંગ જામશે, - ગાંધીધામના 2.18 લાખથી વધુ મતદારો પહેલી વખત કોર્પોરેટર ચૂંટશે : ચૂંટણી અધિકારીઓની નિમણૂક, રાજકીય પક્ષોમાં ગતિવિધિ તેજ, અલગથી મતદારયાદી બનાવવા સહિતની કામગીરી થાય તેવી શક્યતા - ગાંધીધામ, તા. 25 : ગાંધીધામ મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટર વિસ્તારના 2.18 લાખથી વધુ મતદાતા પ્રથમ વખત કોર્પોરેટર ચૂંટશે. હાલના સમયે મહાનગરપાલિકા
વિસ્તારમાં 261 મતદાન બૂથ છે. એસ.આઇ.આર. પછી
આખરી મતદારયાદી તૈયાર થઈ છે અને તે મુજબ બૂથ પણ બનાવવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીઓની
નિમણૂક થઈ ગઈ છે. આગામી સમયમાં મહાનગરપાલિકાની મતદારયાદી અલગ કરવા સહિતની કામગીરી થાય
તેવી શક્યતાઓ છે. મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા
ગાંધીધામ- આદિપુર, અંતરજાળ,
શિણાય, કિડાણા, ભારાપર,
ગળપાદર, મેઘપર બોરીચી, મેઘપર
કુંભારડી, પડાણા, ખારીરોહર, મીઠીરોહર, ચુડવાના નવા સીમાંકન મુજબ 13 વોર્ડના 261થી વધુ મતદાન બૂથ પર 1.10 લાખ પુરુષ તેમજ એક લાખથી વધુ ત્રી મતદાર સહિત 2.18 લાખ મતદાતા છે, જે પ્રથમ વખત મહાનગરપાલિકામાં મતદાન કરીને કોર્પોરેટરોને
મહાનગરપાલિકામાં મોકલશે. અત્યાર સુધી શહેરી વિસ્તારના મતદારો નગરસેવકોને નગરપાલિકામાં
મોકલતા હતા, પરંતુ હવે મહાનગરપાલિકા બની છે અને ગ્રામ પંચાયત
તેમજ તાલુકા પંચાયતમાં મતદાન કરનાર મતદારો પ્રથમ વખત કોર્પોરેટરો માટે મતદાન કરશે અને
તેમને ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલશે. હાલના સમયે ચૂંટણીની ગતિવિધિઓ તેજ થઈ છે. રાજ્ય
નિર્વાચન આયોગ દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ
રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. વોર્ડ નંબર 1થી 7માં આર. ઓ. તરીકે ભુજ સ્થિત નાયબ બાગાયત નિયામકની અને એઆરઓ તરીકે
ગાંધીધામ મામલતદારની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર આઠથી 13 માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મદદનીશ
ચૂંટણી અધિકારી તરીકે ગાંધીધામ સ્થિત નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની
નિમણૂક કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આગામી સમયમાં મતદારયાદી તૈયાર કરવા સહિતની
કામગીરી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. - અંજાર-નખત્રાણા તા. પંચાયતની
બેઠક ફાળવણીનું રોટેશન જાહેર : અંજારમાં 12 અને નખત્રાણામાં નવ બેઠક સામાન્ય
- ભુજ, તા. 25 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય
ચૂંટણી આયોગે બાકી રહી ગયેલી અંજાર-નખત્રાણાની તા. પંચાયતની બેઠક ફાળવણીનું રોટેશન
જાહેર કર્યું છે. આ અગાઉ સાત તા. પંચાયતનું રોટેશન જાહેર થઈ ચૂક્યું છે. અંજાર-નખત્રાણા તા. પંચાયત નખત્રાણામાં
નવ બેઠક મહિલા એવમ બિનઅનામત માટે સામાન્ય જાહેર થઈ છે. આ ઉપરાંત અનુજાતિ, જનજાતિ, સા.શૈ.પ. સહિતને
માટે બેઠક અનામત રખાઈ છે. અંજાર તાલુકાની કુલ
વસ્તી 1,30,594 મતદારનો
સમાવેશ કરાયો છે. રોટેશન જાહેર થતાં બન્ને તાલુકામાં રાજકીય ગરમાવો આવ્યો છે. - રાજકીય પક્ષોના
મતદારયાદી વિભાગમાં આંટાફેરા વધ્યા : ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકનને
નિર્વાચન આયોગે આખરી મહોર માર્યા બાદ આયોગ દ્વારા ચૂંટણી અધિકારીઓની નિમણૂક થતાની સાથે
જ રાજકીય પક્ષોના મામલતદાર કચેરી સ્થિત મતદારીયાદી વિભાગમાં આંટાફેરા વધ્યા છે. નવી
વોર્ડ રચનાએ રાજકીય પક્ષોના સમીકરણો બદલ્યા છે. નવું સીમાંકન આવ્યા પછી તેના ઉપર પક્ષોએ
મનોમંથન શરૂ કર્યું છે, હવે ચૂંટણી
અધિકારીઓની નિમણૂક બાદ મતદારયાદી મેળવવા માટે પણ પક્ષોએ તજવીજ શરૂ કરી છે.