• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

બાળ કલાકારનું કલેક્ટરે સન્માન કર્યું

ભુજ, તા. 13 : જિયા સંજયભાઇ ત્રિપાઠી તેઓ શોર્ટ મૂવીના બાળ કલાકાર છે ને ભુજ રાવલવાડી પંચાયતી પ્રાથમિક શાળા સરકારી સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરે છે. તેણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ઉપદેશને ધ્યાનમાં રાખી સમાજોપયોગી અને સમાજને ઉપદેશ આપતી છ શોર્ટ મૂવીમાં મુખ્ય પાત્ર ભજવ્યું છે. દેશમાં વધતા જતા વૃદ્ધાશ્રમો, ભ્ર્રૂણ હત્યાના બનાવો, સ્વચ્છતા અભિયાનના ઉદેશો મુખ્ય છે. શોર્ટ મૂવી-દીકરી વ્હાલનો દરિયો અને સંસ્કાર મૂવીનાં કારણે કલેક્ટર આનંદ પટેલ સાથે જિયાની મુલાકાત દરમ્યાન કલેક્ટરે સન્માન કર્યું હતું. આ સમયમાં આશિષ ત્રવાડી, જયપ્રકાશ ગોર, કમલેશ પ્રજાપતિ, અરવિંદ દામા, ભાવિન ઠાકર, સંજય ત્રિપાઠી સાથે રહ્યા હતા. 

Panchang

dd