• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

આદિપુરમાં એસ.આર.સી દ્વારા કોમર્શીયલ કોમ્પલેક્ષમાં 220 દુકાનો બનાવશે

ગાંધીધામ, તા. 13 : શહેરની  પાયાની સંસ્થા સિન્ધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા નાના ધંઘાર્થીઓના પુન: સ્થાપન માટે મહત્વનો નિર્ણય લીધો છે. અને નજીકના જ ભવિષ્યમમાં આ પ્રકલ્પ કાર્યરત કરવા  માટે કાર્યવાહી કરાઈ છે. કેબીન ધારકોના હીતમાં સાંસદ વિનોલભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અને  મહાપાલિકા કમીશનર મનીષ ગુરવાણીની રજઆતને ધ્યાનમાં લઈને  આ જાહેરાત એસ.આર.સી દ્વારા કરાઈ છે.  આદિપુરના વોર્ડ 1 એમાં  220 દુકાનોનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે. ચેરમેન સેવક લખવાણીએ. જણાવ્યું હતું કે ભાઈ પ્રતાપનું  સ્વપ્ન સાકાર કરવા માટે તેમજ નાના વેપારીઓને નુકશાન ન થાય  અને ધંધો રોજગાર કરી શકે તે માટે  સૌ ડાયરેકટરોએ  નિર્ણય  લીધો છે. માત્ર પ્લોટ અને બાંધકામની કીમત જ વસુલવામાં આવશે. 

Panchang

dd