ભુજ, તા. 11 : ભુજ લોહાણા મહાજન દ્વારા અખિલ સૌરાષ્ટ્ર, કચ્છ
રઘુવીર સેના અને લોહાણા યુવા મંડળ આયોજિત પાંજો તહેવાર, પાંજી ગરબી `નવરાત'નું અમરધામ (સ્મશાનગૃહ)ના વિકાસ માટે
આયોજન કરાયું હતું, જેમાં જ્ઞાતિ એકતા પર ભાર મૂકાયો હતો. આયોજન અખિલ ગુજરાત લોહાણા
મહાજન પ્રમુખ-વિરપુરના જિતેન્દ્રભાઇ લાલ (જીતુભાઇ લાલ) તથા ગિરીશભાઇ કોટેચા અખિલ સૌરાષ્ટ્ર
કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ઉપસ્થિત રહી ઉદ્બોધનમાં ચૂંટણી કાર્ડમાં ઠક્કર અટકનો ઉલ્લેખ
થાય તેવા પ્રયત્નો માટે જણાવ્યું હતું. સૌએ માતાજીની આરતી-આરાધના કરી હતી. આ પ્રસંગે
ડો. મુકેશભાઇ ચંદે, ઘનશ્યામભાઇ ઠક્કર, હિતેશભાઇ ઠક્કર, મૂળરાજભાઇ ઠક્કર, સંજયભાઇ ઠક્કર, સુરેશભાઇ ઠક્કર, કિરણભાઇ ગણાત્રા, નિશાંતભાઇ ઠક્કર, મયંક રૂપારેલ,
મીતભાઇ ઠક્કર, મેહુલ કોટક, દિનેશ ઠક્કર, તુષાર આઇયા, દીપક રેલોન, નીલ સચદે, વરૂણ ઠક્કર, નમન ઠક્કર, નિખિલ ઠક્કર,
હાર્દિક ઠક્કર, વ્યોમ કારિયા તથા પંચકોશી મહાજનના પ્રમુખો દ્વારા ઉપસ્થિત રહી બંને
અગ્રણીનું સન્માન કરાયું હતું.