• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

ભચાઉ પોલીસે જપ્ત કરેલી ટ્રકમાં આગથી દોડધામ

ગાંધીધામ, તા. 4 : ભચાઉ પોલીસ મથક પાછળ પોલીસે જપ્ત કરેલી ટ્રકમાં આગ લાગતાં દોડધામ થઇ પડી હતી. પાણીનો મારો ચલાવ્યા બાદ આ આગ કાબૂમાં આવી હતી. ભચાઉ પોલીસ મથક પાછળ ગઇકાલે રાત્રે પોણા આઠ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. પોલીસે જપ્ત કરેલી ટ્રક નંબર સીજી-04-પીઇ-5584વાળી દીવાલ પાસે પડી હતી, તેમાં અચાનક આગ લાગતાં દોડધામ થઇ પડી હતી. ભચાઉ પાલિકાના અગ્નિશમન દળને જાણ કરાતાં લાયબંબા દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ વાહનના પૈડાં, સ્પેરવ્હીલ વગેરે સળગી ગયું હતું. આ વાહન જ્યાં પડયું હતું ત્યાં વીજ ડીપી આવેલી હોવાથી આગ, શોર્ટસર્કિટ અથવા દિવાળીનો  તહેવાર હોવાથી ફટાકડાને કારણે લાગી હોવાનો અંદાજ આંકવામાં આવ્યો હતો, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd