• સોમવાર, 13 જુલાઈ, 2026

અંતરજાળમાં જુગાર રમનારી આઠ મહિલાની અટક

ગાંધીધામ, તા. 12 : અંતરજાળની તિરુપતિ સોસાયટીમાં જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતી આઠ મહિલાને પોલીસે પકડી પાડી હતી. આ મહિલાઓ પાસેથી રોકડ રૂા. 42,150 જપ્ત કરાયા હતા. અંતરજાળમાં આવેલી તિરુપતિ સોસાયટીમાં ગઈકાલે સાંજે અમુક મહિલાઓ ગોળ કૂંડાળું વાળી ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહી હતી. દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી ચંદાબેન દિનેશ આસવાણી, પ્રીતિબેન ઘનશ્યામ પ્રજાપતિ, કુલસુમબેન અબ્દુલ લતીફ ખલિફા, હુરબાઈ ઈબ્રાહીમ ખારા, ધનુબેન ગોવિંદ આહીર, હુરબાઈ ઈબ્રાહીમ રાઠોડ, હિરબાઈ કાનજી મહેશ્વરી તથા હેમલતાબેન સામજી પ્રજાપતિ નામની મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. જાહેરમાં પત્તા ટીંચનાર આ મહિલાઓ પાસેથી રોકડ રૂા. 42,150 હસ્તગત કરવામાં આવ્યા હતા.

Panchang

dd