ગાંધીધામ,
તા. 12 : મેઘપર-કુંભારડીમાં
એક યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં ઓફિસમાં જઈ તોડફોડ કરતાં બે
શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. મેઘપર-બોરીચીના વિજયનગરમાં રહેનાર ફરિયાદી રામકૃષ્ણ ઉર્ફે
લાલો ગિરજાશંકર વ્યાસ મેઘપર-કુંભારડીની પુષ્પ કોટેજ સોસાયટીમાં આવેલી શિવમ એન્ટરપ્રાઈઝ
નામની ઓફિસમાં કામ કરે છે. ફરિયાદી પાંચ વર્ષ પહેલાં ગળપાદર જિલ્લા જેલમાં સજા ભોગવતો
હતો, ત્યારે ત્યાં મુકેશ રાણા સાથે બોલાચાલી
થઈ હતી. દરમ્યાન ગત તા. 9/7ના ફરિયાદીને આ
મુકેશ તથા પ્રિન્સ ગોસ્વામીએ ફોન કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની તથા ઓફિસ સળગાવી
નાખવાની ધમકી આપી હતી, જેથી ડરી ગયેલો ફરિયાદી ઓફિસ માલિક ભરત પ્રહલાદ જોશીના ઘરે જતો રહ્યો હતો.
તેવામાં ભરત જોશીને ફોન આવ્યો હતો કે, મુકેશ અને પ્રિન્સે તમારી
ઓફિસમાં આવીને તોડફોડ કરી છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીને પકડી પાડવા
આગળની કાર્યવાહી હાથ ધરી છે.