• સોમવાર, 16 માર્ચ, 2026

ભુજમાં નારાણપરની આધેડ મહિલાએ દવા પીને જીવ દેતાં અરેરાટી

ભુજ, તા. 15 : શહેરમાં દીકરીના ઘરે આવેલી 57 વર્ષીય માતા માનબાઈ રામજી મહેશ્વરીએ દવા ગટગટાવી જીવાદોરી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી હતી. ભુજના મુંદરા રોડ પર સાગરસિટીમાં દીકરીના ઘરે આવેલાં  57 વર્ષીય માનબાઈ રામજી મહેશ્વરી (રહે. નારાણપર, ઉપલોવાસ)એ આજે સવારે 11 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર દવા ગટગટાવી લેતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.   

Panchang

dd